ઠંડીમાં ઘટાડો:ચરોતરમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી વધતાં દિવસે ગરમી

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ સુધી રાત્રે સામાન્ય ઠંડી રહેશે

ચરોતરમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટયું છે.ખાસ કરીને લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થતાં દિવસે ગરમી અહેસાસ વર્તાઇ રહ્યો છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં સામાન્ય ફેરફાર થશે.ત્યારબાદ ધીમે ધીમે ઠંડીનું જોર ઘટશે.તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી થી પણ વધી જતાં એકાએક ગરમીનું પ્રમાણ વધી ગયું છે. આગામી બે દિવસ સુધી રાત્રે સામાન્ય ઠંડીનો દોર રહેશે ત્યારબાદ ધીમે ધીમે તાપમાન ઉંચકાશે.

આણંદ કૃષિ હવામાન વિભાગમાં શનિવારે નોંધાયેલા તાપમાન પર નજર કરી તો મહત્તમ તાપમાન31 અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહ્યું હતું. પવનની ગતિ 2.2 કિમીની નોંધાઇ છે. ગરમી વધતાં ઉનાળુ સિઝનની તૈયારી માટે ખેતરોમાં ખેડ કરવા કૃષિ વૈજ્ઞાનિકોઅે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...