તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 દિ’હીટવેવ:એર સરક્યુલેશને પગલે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરવાની સંભાવના ,લૂ થી બચવા ઘરમાં જ રહેવા અપીલ

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રી-મોનસુન એક્ટિવીટીનો પ્રારંભ

ચરોતર પંથકમાં મંગળવારે સૂર્યદેવનો પ્રકોપ વધતાની સાથે કાળઝાળ ગરમીના દૌરની શરૂઆત થઈ હોય તેમ વર્તાઈ રહ્યું છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં અગામી ત્રણ દિવસોમાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના છે. આમ મે માસમાં સૌ પ્રથમ વખત મંગળવારે આણંદ સહિત સમગ્ર પંથકમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચતાં પંથકવાસીઆેને કાળઝાળ ગરમીનો અહેસાસ વર્તાયો હતો.

આણંદ કૃષિ યુનિ.ના હવમાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે સમગ્ર પંથકમાં ગરમીનો પારો 40 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાનનો પારો 28 ડિગ્રી નોધાયો હતો. આ ઉપરાંત વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74 ટકા નોધાયું હતું. જ્યારે પવનની ગતિ 4.8 કિ.મી પ્રતિ કલાકની નોધાઈ હતી. આમ મંગળવારે આણંદ સહિત સમગ્ર પંથકમાં મે માસનો સૌથી ગરમ દિવસ રહેવા પામ્યો હતો.

તો વળી બીજી તરફ રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં સર્જાયેલા એર સરક્યુલેશન તેમજ પશ્ચિમ ભારતમાં પ્રિ મોન્સુન એક્ટિવીટી શરૂઆત થતાં ઉત્તર પૂર્વીય દિશામાં ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈને અગામી બુધવારથી શુક્રવાર દરમિયાન સમગ્ર પંથકમાં મહત્તમ તાપમાનો પારો 41 થી 43 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

વૃદ્ધો અને બીમાર લોકોએ તડકામાં બહાર ન નીકળવું
આણંદ-નડિયાદ સહિત સમગ્ર પંથકમાં અગામી ત્રણ દિવસોમાં હીટ વેવની અગાહી રાજ્યના હવમાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઈને વૃદ્ધો, નાના બાળકો તથા પહેલાથી બીમારી ધરાવતા હોય તેવા લોકોના તડકામાં બહાર ન નીકળવવું જોઈએ નહી. તેમજ નગરજનોએ પણ બપોરના તડકામાં ઘરેથી બહાર નીકળતા સમયે માથું ઢાંકવું તથા ખુલ્લા કોટનના કપડાં પહેરવા. તેમજ ડિહાઈડ્રેશનનથી બચવા માટે લીંબુનું શરબત સેવન સતત કરવું.> ડો. પંચાલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્વ, કરમસદ

મે માસમાં નોધાયેલો સૌથી વધુ ગરમ દિવસ
ચરોતરમાં છેલ્લા ત્રણ વર્ષથી મે માસમાં સરેરાશ મહત્તમ તાપમાન ઓછામાં ઓછું એકવાર 44 ડિગ્રીને પાર ગયું છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો