તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ચરોતરમાં વરસાદની આગાહી વચ્ચે ગરમીનો પારો 37.8 ડિગ્રી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 થી 22 જુન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની વકી

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્ય વરસાદની આગાહી વચ્ચે રવિવારે આણંદ શહેર સહિત સમગ્ર પંથકનું મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી પહોંચી જવા પામ્યું હતું. જેને લઈને પંથકવાસીઆેને ભારે બાફ અને ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ચાલુ વર્ષે ચોમાસાનું વહેલું આવ્યું છે. જો કે, અગામી પાંચ દિવસ દરમિયાન આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકના વાતાવરણમાં અંશતઃ વાદળછાયું થી મુખ્યત્વે વાદળછાયું રહેવાની તેમજ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે. આમ રવિવારે આણંદ શહેર સહિત પંથકમાં મહત્તમ તાપમાનો પારો 37.8 ડિગ્રી નોધાયો હતો. તેમજ લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 ટકા ઉપરાંત 7.2 કિ.મીની ઝડપે પવન ફૂંકાયાે હતો.

અન્ય સમાચારો પણ છે...