કામગીરી:ભાદરણમાં મેલેરિયાનો કેસ મળી આવતાં આરોગ્ય તંત્ર હરકતમાં

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્યની ટીમોએ 20,784 વ્યક્તિઅોના લોહીના નમૂના પરિક્ષણ માટે લીધાં

આણંદ જિલ્લામાં વરસાદના પગલે કાદવ -કીચ્ચડ થઈ જતો હોવાથી મચ્છરોનો ઉપદ્વવ વધી ગયો હોવાથી આણંદ મેલેરિયા વિભાગે મચ્છર ઉત્પતી રોગની નાબૂદી માટે ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો છે. ત્યારે સર્વે દરમિયાન આણંદ સહિત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ટીમો દ્વારા કુલ 20,784 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેનુ પરિક્ષણ કરવામાં આવતા ભાદરણ ગામેથી 1 મેલેરિયાનો કેસ મળી આવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

આણંદ જિલ્લા મેલેરિયા વિભાગના અધિકારી ડો.રાજેશ પટેલે જણાવેલ કે જુલાઇ તા 11 થી 20 સુધી વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ વસ્તીને આવરી લઇને વાહકજન્ય રોગ નિયંત્રણ સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 200થી વધુ ટીમોએ 4,33,880 ધરોની મુલાકાત લીધી હતી. જેમાં કુલ 20,784 લોહીના નમુના મેલેરિયા પરીક્ષણ માટે એકત્રીત કરાયા હતાં.

આ સમયે 13 હજાર ઉપરાંત પાત્રોમાં મચ્છરના પોરા મળી આવતા 3,698 જગ્યાએ સ્થળ પર નાશ કર્યો હતો. તેમજ 440 ઘરો સહિત જુદા જુદા વિસ્તારોમાં ફોગીંગ હાથધરવામાં આવ્યું હતું. બારમાસી તળાવમાં પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી હતી. વરસાદના પગલે કોલેરાનો રોગચાળો ફાટી ન નીકળે તે માટે આણંદ શહેરના ટાઉનહોલ સહિત અન્ય વિસ્તારોના ખાબોચિયાઓમાં ઓઇલ બોલ સહિતની દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વરસાદના પગલે મચ્છરોનો ઉપદ્વવ વધી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...