આરોગ્ય મેળાનો પ્રારંભ:રોજિંદા જીવનમાં ફેરફારો અંગે આરોગ્ય મેળા ઉપકારક સાબિત થશે : આણંદ જિલ્લા કલેકટર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારસા ગામે આરોગ્ય મેળામાં 250થી વધુ સગર્ભાઓએ લાભ લીધો હતો

રાજય વ્યાપી આરોગ્ય મેળાઓ અંતર્ગત સારસા ખાતેથી આરોગ્ય મેળાનો પ્રારંભ કરાવતાં આરોગ્ય મેળાઓ નાગરિકો માટે નિરોગી જીવન શૈલી અને રોજિંદા જીવનમાં ફેરફારો માટે ઉપકારક સાબિત થશે તેમ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ જણાવ્યુ હતુ. વધુમાં જણાવેલ કે આ આરોગ્ય મેળાઓ દરમિયાન જુદા જુદા પ્રકારના ચેપી અને બિનચેપી રોગો સંદર્ભે અટકાયતી પગલાંથી નાગરિકોને માહિતગાર કરવામાં આવશે. સારસા ખાતેથી પ્રારંભ થયેલ આરોગ્ય મેળામાં ૨૫૦થી વધુ સગર્ભા માતાઓએ આરોગ્ય મેળામાં હાજર રહીને તપાસ કરાવી જરૂરી સારવાર મેળવી હતી.

​​​​​​​જીલ્લા કલેકટર સહિત જિલ્લા વિકાસ અધિકારી અને મહાનુભાવોના હસ્તે આરોગ્યની સહાય મેળવનાર ચાર લાભાર્થીઓનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ર્ડા.વિન્સન્ટ ક્રિશ્ચિયને રાજય સરકાર દ્વારા યોજવામાં આવેલ આરોગ્ય મેળાનો હેતુ સમજાવી સારસા સી.એચ.સી.ખાતે કરવામાં આવતી આરોગ્યલક્ષી સેવાઓની સવિસ્તાર જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, સારસા ગામના સરપંચ કિરીટભાઇ પટેલ, ર્ડા.એમ.ટી.છારી, આલોક કુલશ્રેષ્ઠ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...