આવેદન:આરોગ્ય વિભાગના કર્મીઓએ પગાર અને બોનસ ચૂકવવા માંગ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઉટ સોર્સીંગના કર્મીઓનું TDO ને આવેદન

ગુજરાતજનતા જાગૃતિ મંચ નેજા હેઠળ આરોગ્ય વિભાગના આઉટ સોર્સિગ કર્મચારી વર્ગ 3 અને 4 ભેગામળીને જિલ્લા િવકાસ અધિકારીને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સીંગ મેઈન પાવર એજન્સી મારફતે ત્રણ ચારના કર્મચારીઓ પગાર નિયમિત ચુકવવામાં આવતો નથી. જેના કારણે તેઓને પારાવાર મુશ્કેલીઓ પડે છે.

ગરીબ કર્મચારીઓ પગારની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે વારંવાર રજુઆત કરી હતી. તેમ છતાં આજદિન સુધી પગાર થયો નથી. તેમજ આઉટ સોર્સીંગના કર્મચારીઓ દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી પહેલા જ પગાર અને બોનસ ચુકવવામાં આવે તેવી માંગ સાથે આણંદ જીલ્લા આરોગ્ય વિભાગના આઉટ સોર્સીંગના કર્મચારીઓ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...