તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સામરખા એક્સપ્રેસ વે પર ટેમ્પા પાછળ ટેમ્પો અથડાતા એ નું મોત

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેમ્પામાંથી અવાજ આવતા ઉભો રાખતા બનેલી ઘટના
  • આણંદ ગ્રામ્ય પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધ્યો

આણંદ શહેર પાસેથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મોડી રાત્રે ઊભેલા ટેમ્પાની પાછળ ટેમ્પો અથડાતા ટેમ્પા ચાલકનું મોત નીપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઓડગંગાપુરા ખાતે રહેતા અર્જુનભાઈ ઉમેદભાઈ ચૌહાણ રાત્રિના પોણા બે વાગ્યે અમદાવાદથી વડોદરા તરફ આઈશર ટેમ્પો લઈ વડોદરા તરફ જઈ રહ્યા હતા.

દરમિયાન, એ સમયે તેમના ટેમ્પામાં અવાજ આવતો હોઈ એક્સપ્રેસ હાઈવે સ્થિત સામરખા સીમ પાસે ટેમ્પો ચેક કરવા માટે નીચે ઉતર્યા હતા. દરમિયાન, એ સમયે પાછળથી પુરપાટ ઝડપે એક ટેમ્પો ચાલક આવી ચઢ્યો હતો અને તેમણે ટેમ્પાની પાછળ તેનો ટેમ્પો અથડાવ્યો હતો. જેમાં અર્જુનભાઈને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ ખાતે રહેતા મુખ્તારભાઈ વોરાની ફરિયાદના આધારે આણંદ ગ્રામ્ય પોલીસે અકસ્માત સર્જી ફરાર થનારા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો