તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાસદ ફાટક પાસે વાહન ચેકીંગની કામગીરી દરમિયાન જિલ્લા પોલીસ જવાને કાર ચાલકને મેમો આપતા તેણે પોતાના ઓળખીતાને બોલાવી પોલીસની પટ્ટા ઉતરાવી લેવાની તેમજ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આણંદ જિલ્લા ટ્રાફિકની ટીમ, મોહસીનખાન, વિજયસિંહ સહિત વાસદ ફાટક પાસે વાહન ચેકીંગની કામગીરી કરી હતી. દરમિયાન, આસોદર તરફથી એક કારનો ચાલક આવતાં તેમણે તેમને કાર અટકાવી તેમની પાસેથી લાયસન્સ, આરસી બુક સહિતના અગત્યના દસ્તાવેજ માંગ્યા હતા.
જે તેમની પાસેથી ન મળી આવતા તેમને મેમો આપવાનું કહ્યું હતું. જોકે, તેણે મેમો લેવાનો ઈન્કાર કર્યો હતો અને વધુમાં ત્યાં જ ઊભા રહીને તમે કેટલાંને મેમો આપો છો તેમ કહ્યું હતું. બીજી તરફ તેણે અોળખીતાને બોલાવી બંને જણાંએ પોલીસને પટ્ટા ઉતરાવી લઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે પોલીસે બંને જણની અટકાયત કરી પૂછપરછ કરતાં અોળખીતા અનિલ જશુ ભોઈ અને કાર ચાલકનું નામ દશરથ રાવજી ભોઈ (બંને રહે. પોઈચા) હોવાનું ખૂલ્યું હતું. બંનેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.