ફરિયાદ:તારાપુરની પરિણીતાના તમામ દાગીના વેચી મકાન ખરીદ્યુ, વધુ રકમ લાવવા મારઝુડ કરી પતિએ કાઢી મૂકી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિણીતાએ પતિ સહિત છ જેટલા સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

તારાપુર ખાતે પિયરમાં રહેતી પરિણીતાને વસો ખાતે રહેતા તેના સાસરિયાએ તમામ દાગીના વેચી મકાન ખરીદ્યા બાદ પણ વધુ રકમ પિયરમાંથી લાવવા ત્રાસ આપ્યો હતો. ઉપરાંત પતિએ મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુકતા આ અંગે પરિણીતાએ પતિ સહિત છ જેટલા સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

તારાપુરના નવા ટાવર પાસે રહેતી મહિલાના લગ્ન 2013માં વસોના મોટી વ્હોરવાડ ખાતે રહેતા મોહસીન નુરમહંમદ વ્હોરા સાથે થયાં હતાં. આ લગ્ન સમયે કરિયાવરમાં સોના - ચાંદીના દાગીના પણ આપ્યાં હતાં. આ લગ્ન જીવન દરમિયાન પરિણીતાને દિકરીનો જન્મ પણ થયો હતો. ગેરેજનું કામ કરતાં મોહસીન વ્હોરા સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં.આ ઘર નાનુ પડતાં એકાદ વર્ષ પહેલા દાગીના ગીરવે મુકી આણંદમાં નવુ ઘર લીધું હતું.

મહત્વનું છે કે, નવું ઘર લેવા સમયે પરિણીતાએ પિયરમાંથી રૂ. બે લાખ લાવીને આપ્યા પણ હતાં. આમ છતાં છેલ્લા કેટલાક સમયથી મોહસીન સહિત સાસરિયા પિયરમાંથી વધુ નાણા લાવવા દબાણ કરી ત્રાસ આપતાં હતાં. તેમાંય 12મી ઓક્ટોબર,2021 ના રોજ પિતાની તબિયત જોવા જવા માટે પરિણીતાએ કહેતા તેનો પતિ મોહસીન ઉશ્કેરાઇ ગયો હતો અને ઝઘડો કરી મારમાર્યો હતો.

આ ઉપરાંત તારે ઘરની બહાર પગ મુકવાનો નથી. તેમ કહી મારમાર્યો હતો. આ ઝઘડો વધુ ઉગ્ર બનતાં મોહસીને ઉશ્કેરાઇ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે પરિણીતાએ તારાપુર પોલીસ મથકે મોહસીન વ્હોરા, નુરમહંમદ વ્હોરા, જરીનાબહેન, જાવેદ વ્હોરા, જાસ્મીબહેન, સીમાબહેન સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...