તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:ખંભોળજની પરીણિતાનું ઘર નજીક રહેતા ઈસમે અપહરણ કર્યું, ઈંટોના ભઠ્ઠે ગોંધી રાખી 15 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરિણીતા આરોપીના માતા અને કુટુંબીજનોને ત્રાસથી મુક્ત કરાવવા કાકલૂદી કરતા કરગરી હતી

ખંભોળજ ગામની નવીનગરી વિસ્તારમાં કાળીયાના વડ વિસ્તારમાં રહેતી પરીણિતા ખેતરમાં ઘાસ કાપતી હતી ત્યારે નજીકમાં રહેતો યુવકે કારમાં પરીણિતાનું બળજબરીપુર્વક અપહરણ કરી કોઈ અજ્ઞાત જગ્યાએ ઓરડીમાં લઈ જઈ 15 દિવસ સુધી ગોંધી રાખી હતી. આ પરીણિતા સાથે બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ખંભોળજ પોલીસ મથકે નોંધાતા ગામમાં ચકચાર મચી છે.

આણંદના ખંભોળજ ગામની પરીણિતા તા. 4-12-2020ના રોજ પોતાના ખેતરમાં ઘાસ કાપી રહી હતી ત્યારે તેમના ઘર નજીક રહેતો હર્ષદભાઈ જગદીશભાઈ વાદી આવી પાછળથી જકડીને ઉઠાવી ગયો હતો. ખેતર નજીક પાર્ક કરેલી તેની કારમાં બે અન્ય માણસોની મદદથી આરોપીએ પરીણિતાનું અપહરણ કરી એક અવાવરું કાચી ચણેલી ઓરડીમાં સાત દિવસ ગોંધી રાખી દરરોજ રાત્રે દુષ્કર્મ આચરતો હતો.

પાટણ જિલ્લાના હારીજ ગામે ઈટોના ભઠ્ઠે લઈ જઈ કાચી ઓરડીમાં રાખી હતી. જ્યાં આરોપી હર્ષદભાઈ વાદીના અન્ય કુટુંબીજનો પણ રહેતા હતા. આ જગાએ પણ હર્ષદ અપહત કરેલ પરીણિતા સાથે તેની મરજી વિરૂધ્ધ રોજ બળાત્કાર કરતો હતો. પીડિત અને દુઃખી પરિણીતાએ હર્ષદભાઈ વાદીના માતા અને કુટુંબીજનોને હર્ષદના ત્રાસથી મુક્ત કરાવવા કાકલૂદી કરતા કરગરી હતી.

જે બાદ હર્ષદ વાદી તા. 18-12-2020ના રોજ તેણીને ખંભોળજ પોલીસ મથકે લઈ આવ્યો હતો. જ્યાં પોલીસે પીડિત પરીણિતાની પુછપરછ કરી તેણીને ઘરે મોકલી આપી હતી. ત્યારબાદ આ બનાવ અંગે પરીણિતાએ પોતાના પતિ અને સાસુને પોતાની પર થયેલા જાતિય અત્યાચાર અંગે જણાવતા આ અંગે પરીણિતાએ પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણને અરજી આપી રજુઆત કરી હતી. અને પોલીસ અધિક્ષકના આદેશથી ખંભોળજ પોલીસે પરીણિતાની ફરિયાદના આધારે હર્ષદભાઈ જગદીશભાઈ વાદી વિરુદ્ધ ઈપીકો કલમ 366, 376,114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો