સ્વામીજીના બાળપણની ઝાંખી:હરિપ્રસાદ સ્વામી, મહંત સ્વામી અને ડોક્ટર સ્વામી એક પોળમાં રહેતા, આણંદની રેવનદાસની પોળમાં સાથે રમીને મોટા થયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હરિપ્રસાદ સ્વામી - ફાઇલ તસવીર - Divya Bhaskar
હરિપ્રસાદ સ્વામી - ફાઇલ તસવીર
  • આણંદની પોળમાં આ ત્રણેય સંતોનું બાળપણ સાથે પસાર થયું

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી ગત સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા છે. સ્વામિનારાયણ સંસ્થાઓ સાથે જોડાયેલા ત્રણ મહાન સંતોમાં BAPSના વડા મહંત સ્વામી મહારાજ, ડો.સ્વામી મહારાજ, હરિપ્રસાદ સ્વામીનું બાળપણ આણંદની રેવનદાસની પોળમાં પસાર થયું હતું. આ ત્રણેય સંતો અહીંયા એક સાથે રમીને મોટા થયા હતાં. તેમજ ત્રણે સંતોઅે જોડે જ યોગીજી સ્વામીના હસ્તે અેક જ દિવસે દીક્ષા લીધી હતી.

હરિપ્રસાદ સ્વામીનું નિવાસસ્થાન
હરિપ્રસાદ સ્વામીનું નિવાસસ્થાન

આ અંગે આત્મીય બાકરોલધામ વિદ્યાતીર્થના અનુયાયી વિનીતભાઈએ જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934માં થયો હતો. તેઓ BAPS સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. BAPSના વડા મહંત સ્વામી મહારાજ, ડૉ.સ્વામી મહારાજ અને હરિપ્રસાદ સ્વામી મહારાજનું બાળપણ આણંદની રેવનદાસની પોળમાં એક સાથે પસાર થયું હતું.

મહંત સ્વામીનું નિવાસસ્થાન
મહંત સ્વામીનું નિવાસસ્થાન

હરિપ્રસાદ સ્વામી મહારાજાની બે બહેનો હતી. જેમાંથી એક બહેનને આણંદ મણીભાઈ પટેલ (શેઠ) સાથે પરણાવ્યાં હતાં.જ્યારે બીજી બહેનના આણંદના ગોરધનભાઈ કોન્ટ્રાકટર સાથે થયાં હતાં. હરિપ્રસાદ સ્વામી મહારાજનું બાળપણથી પોતાની બહેનના ઘરે રેવનદાસની ખડકીમાં રહેતાં હતાં. તેમણે આણંદ શહેરની શારદા હાઈસ્કુલમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમજ યુવા કાળમાં તેઓએ વિદ્યાનગરની વી.પી.પટેલ કોલેજમાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

ડો.સ્વામીનું નિવાસસ્થાન
ડો.સ્વામીનું નિવાસસ્થાન

700 સંતો-મહિલાના નામ પાછળ પિતાનું નહીં ગુરૂનું નામ લખાય છે
સોખડા-હરિધામ મંદિરના સંતોના જણાવ્યા અનુસાર,જે ભક્તો હરિધામ મંદિરને સમર્પિત થઈ ગયા છે તેવા 700 સંતો-મહિલાઓ અને સહિષ્ણુઓના નામ પાછળ તેમના અસલ પિતાનું નહી પરંતું હરીપ્રસાદ સ્વામીજીનું નામ લખાય છે. આ તમામના આધારકાર્ડમાં પણ હરીપ્રસાદ સ્વામીજીનું નામ છે.

હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહને વડોદરા પાસેના સોખડા ખાતે લઈ જવાતો હતો ત્યારે હરિભક્તો રસ્તાપર ઉભા રહીને અશ્રુભીની આંખોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.
હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહને વડોદરા પાસેના સોખડા ખાતે લઈ જવાતો હતો ત્યારે હરિભક્તો રસ્તાપર ઉભા રહીને અશ્રુભીની આંખોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.

સોખડા ખાતે અંતિમ દર્શન માટે ચાર દિવસ વ્યવસ્થા કરાઈ
28 જુલાઈ : સવારે 8 થી બપોરે 12

કૃષ્ણજી પ્રદેશ, જ્ઞાનયજ્ઞ પ્રદેશ, સેવાયજ્ઞ પ્રદેશ.

  • બપોરે 12 થી 4 : પુરૂષોત્તમ પ્રદેશ, સર્વાતીત પ્રદેશ, જાગાસ્વામી પ્રદેશ, અક્ષર પ્રદેશ.
  • સાંજે 4 થી રાતે 8 : આત્મીય પ્રદેશ, યોગીસૌરભ પ્રદેશ, ભગતજી પ્રદેશ.

29 જુલાઈ : સવારે 8 થી બપોરે 12
ઘનશ્યામ પ્રદેશ, સંતસૌરભ પ્રદેશ, સહજાનંદ પ્રદેશ, બેંગ્લોર મંડળ તથા દક્ષિણ ભારત

  • 12 થી 4 : શ્રીહરિ પ્રદેશ,સુનૃત પ્રદેશ,ધર્મભક્તિ પ્રદેશ,નારાયણ પ્રદેશ,યોગીજી પ્રદેશ
  • સાંજે 4 થી રાતે 8 : સનાતન પ્રદેશ

30 જુલાઈ : સવારે 8 થી બપોરે 12

  • સુહ્રદ પ્રદેશ, હરિવંદન પ્રદેશ, ગોપાળાનંદ પ્રદેશ, હરિકૃષ્ણ પ્રદેશ, નીલકંઠ પ્રદેશ
  • 12 થી રાતે 8 : નિર્ગુણ પ્રદેશ, ગુણાતીત પ્રદેશ, ભૂલકું પ્રદેશ, શ્રીજીમહારાજ પ્રદેશ, પંજાબ મંડળ

31 જુલાઈ : સંતો-મહાનુભાવો-મહેમાનો તેમજ ગુણાતીતસમાજના મુક્તો

  • 1 ઓગષ્ટ : અંતિમ સંસ્કારવિધી - દરેક પ્રદેશમાંથી સિલેક્ટેડ મુક્તો
અન્ય સમાચારો પણ છે...