તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Harassment Of Townspeople Due To Stray Cattle And Dirt, Despite Repeated Representations In The Municipality, The Result Is Zero.

હાલાકી:ઓડમાં રખડતા ઢોર અને ગંદકીથી નગરજનો પરેશાન, પાલિકામાં વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ તાલુકાના ઓડ નગરમાં રખડતાં પશુઓનો ત્રાસ વધી ગયો છે. આ અંગે પાલિકામાં રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવાતા નથી. એવી જ રીતે નગરમાં સ્વચ્છતાનો પણ સરેઆમ અભાવ છે. જેના કારણે નગરમાં રોગચાળો ફેલાવાની દહેશત છે. ઓડ નગરના પ્રવેશના માર્ગ, બસ સ્ટેશન વિસ્તાર, મુખ્ય બજાર સહિત સોસાયટી અને ગલીઓને જોડતા રસ્તા પર છેલ્લા કેટલાંક સમયથી કાદવકીચડનું સામ્રાજય છે. તેના કારણે લોકોને ખાસ કરીને વૃધ્ધો અને બાળકોને અવરજવરમાં કરવામાં મુશ્કેલીઓ પડે છે.

તેમજ ગંદકીના કારણે જીવાતનો ઉપદ્રવ વધી ગયો હોવાથી બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે. આ ઉપરાંત શહેરના મુખ્યમાર્ગો પર રખડતી ગાયો આખો દિવસ અડીંગો જમાવી બેસે છે. તેના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે.તેમજ કયારે તો ગાય વૃધ્ધોને અડફેટમાં લેતા શરીરે ઇજાઓ થવાનો બનાવો બંને છે. તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે નગરજનોમાં ભારે રોષ છે.

અોડ નગરપાલિકા સતાધિશો આંખઆડા કાન કરતાં હોવાનો સ્થાનિકનો આક્ષેપ
ઓડ નગરપાલિકામાં રખડતી ગાયો અને ગંદકી બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ પગલા લેવાતા નથી. ચીફ ઓફિસર અને પ્રમુખ રૂબરુ મળીને રજૂઆત કરવા છતાં ગામમાં કંઇજ બન્યું ન હોય તેમ આંખ આડા કાન કરીને રખડતા પશુઓના માલિકને છાવરાનું કામ કરે છે.જેને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. - ગીરીશભાઇ પરમાર ,સ્થાનિક રહીશ ઓડ

અન્ય સમાચારો પણ છે...