હેપ્પીનેસ યાત્રા:સરદાર પટેલ યુનિ.માં હેપ્પીનેસ યાત્રા આવી પહોંચી, 12 અધ્યાપકોને હેપ્પીનેસ એમ્બેસેડર બનાવવામાં આવ્યાં

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ હેપિનેસ યાત્રા સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં થઈ સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ ખાતે તા.14 નવેમ્બર 2022 ના રોજ સોમવારે સવારે 11 કલાકે પહોંચી હતી. આ યાત્રા વિષે વિશેષ કાર્યક્રમ એમ. પી. પટેલ ઓડિટોરીયમ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના કા. કુલપતિ પ્રો.નીરંજન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં યોર વન લાઈફ (YOL) ના સ્થાપક યોગેશ કોચર સાથે યોર વન લાઈફ (YOL)ના ટ્રેનિંગ ડાયરેક્ટર અંજલિ વર્મા, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ, હેપિનેસ કરિકયુલમના સંયોજક અને અનુસ્નાતક લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગના અસોસિયેટ પ્રોફેસર ડો. મેઘના વ્યાસ સહિત ગુજરાતની વિવધ યુનિવર્સિટીના કુલપતિ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમને સંબોધતા યોર વન લાઈફ (YOL) ના ટ્રેનિંગ ડાયરેક્ટર અંજલિ વર્મા એ હેપ્પીનેસ યાત્રા વિષે વાત કરી હતી અને કહ્યું કે હાર્વર્ડ, ઓક્સફોર્ડ, MIT, યેલ અને સ્ટેનફોર્ડ જેવી વિશ્વની કેટલીક શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં હેપ્પીનેસને ઔપચારિક વિષય તરીકે ભણાવવામાં આવે છે. અમારો ઉદ્દેશ્ય પ્રક્રિયાને ગેમિફાઇ કરીને 1 મિલિયન વિદ્યાર્થીઓની નોંધણી કરવાનો છે”

યોગી કોચરે પોતાની વાતમાં કહ્યું કે, સાંપ્રત સમયમાં આપણે સૌ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ દિવસના 4:30 થી 6:00 કલાક સુધી સ્ક્રીન ટાઈમ થઈ ગયો છે. આ બધો સામે આપણે ફેસબુક અને અન્ય બીજા સોસિયલ મીડિયા પર ગુજારે છે. આપણે હવે બધુ સોસિયલ મીડિયા પરજ લખતા કે મળતા થઈ ગયા છે. આના કારણે વિદ્યાર્થીઓ અને આપણાં મનમાં સ્ટ્રેસ અને બીજા માનસિક રોગ જેવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. અને આપણું મગજ વિવિધ ભાગો માં વહેચાય છે. Yol એપ વિદ્યાર્થીઓના મગજને વિવિધ પેરામીટર પર માપશે અને તેમના મનને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. Yol વિષે વાત કરતાં કહ્યું કે યોલ નામનું હિમાચલમાં ગામ છે. અને એ ગામ પરથી Your One Life નામ આપવામાં આવ્યું છે. ભારતની લગભગ 25 યુનિવર્સિટીઓએ આ કોર્ષની મંજુરી આપી હતી.

આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીને સમગ્ર ગુજરાતમાં નોડલ એજન્સી તરીકે જાહેર કરવામાં આવી છે. ઉપરાંત યુનિવર્સિટીમાંથી 12 અધ્યાપકોને હેપ્પીનેસ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. જે આગામી સમયમાં આ બાબત વિષે જાગૃતતા ફેલાવશે.

પ્રો. નીરંજન પટેલે આ yol.spu એપને કાર્યરત કરવા માટે તૈયારી બતાવી છે.સમગ્ર કાર્યક્રમને અંતે કુલસચિવ ભાઈલાલભાઈ પટેલે આભાર વિધિ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. મોક્ષીદા ધ્રાંગધરીયાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...