મહાપ્રસાદનું આયોજન:આણંદ શહેર સહિત જિલ્લામાં હનુમાન જયંતિની ઉજવણી કરાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રોકડિયા હનુમાનજી મંદિર આણંદ - Divya Bhaskar
રોકડિયા હનુમાનજી મંદિર આણંદ
  • રોકડિયા હનુમાનજી મંદિરે મારૂતી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે

આણંદ શહેર સહિત જિલ્લામાં શનિવારે હનુમાન મંદિરોમાં હનુમાન જયંતિ મહોત્સવ ઉજવવામાં આવશે.ત્યારે બે વર્ષના કોરોના કાળ બાદ હનુમાનજયંતિ મહોત્સવ નિમિતે જુદા જુદા કાર્યક્રમો સહિત દેશવિદેશમાં નગરજનો દર્શન કરી શકે તેવી વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આણંદ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે શનિવારે હનુમાન પ્રાગટયોત્સવ સહિત હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ શહેર સહિત જિલ્લા ભરમાંથી મોટીસંખ્યામાં શ્રધ્ધાળુ દર્શન માટે આવનાર હોવાથી 5 હજાર કિલો ખમણ અને 1 કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. મારૂતી યજ્ઞમાં 50 વધુ દંપતિઓ ભાગ લેશે સાંજ 5.30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સહિત સંતો ઉપસ્થિત રહેશે.

આણંદ નજીક આવેલા બેડવા ગામેસંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જયંતિ મારૂતી યજ્ઞ અને મહાપ્રસાદ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે ભરતભાઇ , વિપુલભાઇ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી સેવાઓ આપશે લાંભવેલ હનુમાનજી મંદિર ખાતે સવારે પ્રાંતઃ આરતી 3 -00 કલાકે , લાંભવેલ ગામમાંથી 8.30 કલાકે શોભાયાત્રા નીકળીને મંદિર પધારશે સવારે 9.00 વાગ્યે મારૂતી યજ્ઞ યોજાશે તેની પૂર્ણાહુતિ બપોરે કરવામાં આવશે દિવસ દરમિયાન જુદા જુદા કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત પેટલાદ, ખંભાત, આંકલાવ ,સોજીત્રા, ઉમરેઠ તાલુકામાં આવેલા હનુમાનજી મંદિરમાં શનિવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવનાર છે.

ભક્તોને પાંચ હજાર કીલો ખમણનો પ્રસાદ વિતરણ કરાશે
આણંદ રોકડીયા હનુમાનજી મંદિર ખાતે શનિવારે હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે 5 હજાર કીલો ખમણનો પ્રસાદ આપવામાં આવશે. તેમજ એક હજાર કીલો બુંદી પ્રસાદ દર્શનાર્થીઓને આપવામાં આવશે. દેશ-વિદેશમાં શ્રધ્ધાળુઓ ઓન લાઇન દર્શન કરી શકે તે માટે વેબસાઇટ વ્યવસ્થા તૈનાત કરી દેવામા આવી દીધી છે. દિવસ દરમ્યાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.- હરિકૃષ્ણભાઈ, રોકડીયા મંદિર આણંદ

અન્ય સમાચારો પણ છે...