ઉનાળાની ગરમી આખરી સ્વરૂપ ધારણ કર્યુ છે. ત્યારે કડાણા ડેમમાંથી છોડવામાં આવતું પાણી વણાકબોરી ડેમ સુધી અસહ્ય ગરમીને કારણે પાણીનું બાષ્પીભવન થઇ જતાં અડધો ફુટ લેવલ પાણીમાં ઘટાડો થતાં તંત્રમાં ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે જૂનના પ્રથમ કે બીજા સપ્તાહ ચોમાસું આગમન ન થાય તો ભાલ પંથક સહિત સૌરાષ્ટ્ર પંથકના 120થી વધુ ગામડાઓમા જળસંકટ ઉભું થવાની ભીતી વર્તાઇ રહી છે. જો કે વણાકબોરી ડેમમાં 215.70 ફૂટ લેવલે પાણી હતું. પરંતુ મંગળવારે 215 ફૂટ લેવલે એટલે કે અડધો ફૂટથી લેવલ પાણી ઘટી ગયું છે.જેના કારણે તંત્ર સાબદુ થઈ ગયુ છે.
પ઼ાપ્ત વિગતો મુજબ છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ગરમી પડી રહી છે. આગામી સપ્તાહમાં તાપમાન 43 ડિગ્રી પહોંચવાની સંભાવના છે. તેના કારણે પાણીની માંગ વધી છે. ત્યારે વણાકબોરી ડેમમાં દર સપ્તાહે અડધો ફુટ પાણીનું લેવલ ઘટી રહ્યું છે. જે તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે. ચોમાસ ખેંચાઇ તો જૂન ના પ્રથમ માસમાં ખંભાત, તારાપુરના 54 થી વધુ ગામો માતરના 20 વધુ ગામો અને સૌરાષ્ટ્રાના 36 ગામો પીવાના પાણી સમસ્યા સર્જાવાની ભીંતી વર્તાઇ રહી છે. વણાકબોરી ડેમમાં હવે પાણી આવક ઘટે તો પાણીનું સંક્ટ ઉભુના થાય તે માટે પાણીનો કેટલોક જથ્થો સગ્રહિત રાખવામાં આવશે.
વણાકબોરી ડેમમાંથી કનેવાલ ,પરિએઝ અને અમદાવાદ શહેરને 1500 કયુસેક પાણી આપવામાં આવે છે. જો હવે લેવલ ઘટે તો પાણી આપવાનું બંધ કરવાનો વખત આવે તેમ છે.તેમજ ખંભાત તાલુકાના મિતલી, મિલરામપુરા, વડાલી ,ભલાડા સહિતના ગામો પીવાના પાણી સમસ્યા સર્જાવાની સંભાવના છે. ચોમાસુ ખેંચાઇ જાય તો જૂનમાં આ વિસ્તારમાં પાણી સૌથી ગંભીર સમસ્યા સર્જાય તેમ છે. હાલ કુવા અને બોરકુવા પાણી સ્તર નીંચા જઇ રહ્યાં છે. જેના કારણે કેટલી જગ્યાએ બોરકુવા પાણી બંધ થવાની તૈયારમાં છે.
હેન્ડ પંપમા પાણી આવતાં નહિ હોવાથી પાણી સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ચોમાસા ખેંચાઇ તો 20મી જુન પછી ખેડૂતોને ચોમાસાની સિઝન માટે અપાતું પાણી નહીં મળે તેવી સંભાવના છે. જેના કારણે ખેતી પાકને સીધી અસર થવાની સંભાવના છેે . બીજી તરફ ખેડુતોએ ઉનાળુ ખેતી પાક બચાવવા માટે નહેરોમા પાણી છોડવામા આવે તે માટેના ધમ પછાડા શકે કરી પણ દીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.