વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સર્જાયેલી અપર એર સરક્યુલેશન સિસ્ટમને લઈને ચરોતરના હવામાનમાં છેલ્લાં કેટલાંય સમયથી પલટો આવ્યો છે. જોકે, આગામી એક સપ્તાહ સુધી એટલે કે 23મી સુધી વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ શુક્રવારે બપોર બાદ આંકલાવના ગ્રામ્ય વિસ્તારો જેમાં ખડોલ(ઉ), ઉમેટા, આસરમા, હઠીપુરા જેવા નદી કિનારાના ગામોમાં બપોર બાદ ભારે પવન સાથે બરફના કરા પડ્યા હતા. જેને પગલે પંથકવાસીઓમાં કુતુહૂલ સર્જાયું હતું.
કરા પડવા પાછળનું કારણ લોકલ થન્ડર સ્ટોર્મ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. મનોજ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, મટીરીયોલોજિકલ ભાષામાં કરા પડવાને ‘હેલ’ કહેવાય છે. હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે કેટલાંક વિસ્તારોમાં વાદળોની સર્જાતા હોય છે. જેમાં ભેજ એકંદરે ભેગો થઈ જતો હોય છે. વાદળો વધુ ઉપરની દિશામાં પ્રયાણ કરે છે. એ પછી એકાદ કલાકની અંદર જ ચોક્કસ વિસ્તારમાં એકઠો થયેલો ભેજ કરા સ્વરૂપે પડી જતો હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.