તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Hacking The WhatsApp Number Of An NRI Living In London, A Lady Cheater Cheated Rs 75,000 With A Young Man From Umreth. If The Young Man Called, The Cheater Said, "Nothing Will Happen To You" ...!

ડિજિટલ છેતરપિંડી:લંડનમાં રહેતા NRIનો વોટ્સએપ નંબર હેક કરી એક લેડી ચીટરે ઉમરેઠના યુવક સાથે 75 હજાર રૂપિયાની છેતરપિંડી કરી, યુવકે ફોન કર્યો તો ચીટરે કહ્યું-'તમારાથી કશુ થશે નહીં'...!

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરેઠ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ડીજીટલ ભારતનું સ્વપ્ન જેટલું આધુનિક લાગે છે તેટલું જ જોખમી છે.ઓનલાઈન છેતરપિંડી નો ક્રાઈમ રેટ ખૂબ ઝડપથી વધી રહયો છે.લિંગડાના યુવકના કાકા સસરાનું વોટ્સઅપ હેક કરી એક લેડી ચીટરે 75000/-ઉપાડી લીધા છે વોટ્‌સઅપ હેક કરી છેતરપીંડી કરી હોવાનું જણાતા આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લીંગડા ગામે પ્રાથમિક શાળા પાસે રહેતા અશોકભાઈ શાંતિલાલ પટેલનો એક પુત્ર જય 17-2-2021 ના રોજ થી લંડનમાં સ્ટુડન્ટ વિઝા ઉપર રહે છે. તે ગત તા. 19-12-2020 ના રોજ લીંગડા ગામે હતો ત્યારે જયના મોબાઈલ પર તેના લંડન ખાતે રહેતા એનઆરઆઈ કાકા સસરા રીતેશભાઈ ઉર્ફે શંભુભાઈના લંડનના મોબાઈલ નંબરવાળા વોટ્‌સઅપ પરથી મેસેજ આવ્યો હતો. હું અત્યારે મિટીંગમાં છું અને મારે અરજન્ટ મેડીકલ માટે પૈસાની જરુર છે. તમે મને પૈસા ટ્રાન્સફર કરી આપો. મિટીંગ પુરી થયા બાદ હું તમને પૈસા પાછા આપી દઈશ.

જેથી જયે તેઓને વળતો મેસેજ કરી કેટલા પૈસા ટ્રાન્સફર કરવાના છે તેવું પુછપરછ કરતા તેઓએ 75 હજાર રુપિયા ગુગલ પે અથવા આઈએમપીએસ કરવા જણાવતા જયે તેઓની પાસે બેંક ડીટેઈલની માંગણી કરતા તેઓએ કેનેરા બેંકનું એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ જેમાં એકાઉન્ટ ધારકનું નામ મમતા સામલ હતું. જેથી આ નંબર પર જયેપોતાના યુનીયન બેંકના એકાઉન્ટમાંથી 75 હજાર રુપિયા ગુગલ પે કર્યા હતા.

ત્યારબાદ જય અને તેમના કાકા સસરા શંભુભાઈ સાથે આ અંગે વાતચીત કરતા તેઓએ પૈસા મંગાવ્યા ન હોવાનું જણાવતા જય સાથે છેતરપીંડી થઈ હોવાનું સમજાયું હતું. આ બનાવ અંગે જયે જે ખાતા માં ફંડ ટ્રાન્સફર કર્યું હતું તે ખાતા ધારક લેડી ચીટર મમતા સામલના મોબાઈલ નંબર પર વાત કરતા તેને જણાવેલ કે મેં તમારી સાથે છેતરપીંડી કરી છે અને તમારાથી કશું થશે નહી.

આ છેતરપિંડી અંગે જય અશોકભાઈ પટેલે તા. 22-12-2020 ના રોજ સાયબર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી.આ અંગે કોઈ જ પ્રગતિ રિપોર્ટ ન આવતા તેમજ કોઈ નોંધપાત્ર કાર્યવાહી થઈ નથી. વળી 17-2-2021 ના રોજ જય સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન પહોંચી ગયો હોઈ આ બનાવ અંગે અશોકભાઈ શાંતિલાલ પટેલે 22 માર્ચના રોજ ઉમરેઠ પોલીસ મથકે વોટ્‌સઅપ હેક કરી 75 હજારની છેતરપીંડી કરવાના બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ 406, 420, આઈ ટીએક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...