તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:બીવીએમમાં જ્ઞાનોવેશન Online બૂટકેમ્પ યોજાશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ વિનામૂલ્યે રજી. કરાશે

ચારુતર વિદ્યામંડળ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલ ના માર્ગદર્શન હેઠળ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલિસી તથા ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ અંતર્ગત તા.19/06/21 થી 29/06/21 ના રોજ જ્ઞાનોવેશન ઓનલાઇન બૂટકેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સંસ્થા ના પ્રિન્સિપાલ ડૉ.ઈંદ્રજિત એન.પટેલે જણાવ્યું હતું કે સીવીએમના યુથ ડેવલપમેન્ટ વિઝન ને અનુલક્ષી ને ધોરણ 10,11 તથા 12 ના વિદ્યાર્થીઓ ની ટેક્નિકલ સ્કિલ ડેવલપમેન્ટ તથા ભવિષ્ય માં વિદ્યાર્થીઓ ની ઉચ્ચતમ કારકિર્દી માં મદદરૂપ થઈ શકે તે હેતુ થી ઉપરોક્ત ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત ઇવેન્ટ માટે ધોરણ 10,11,12 ના કોઈપણ વિસ્તાર ના તથા તમામ સમાજ ના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી તેનો મહત્તમ લાભ લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...