કોરોના ઇફેક્ટ:આણંદ સરદાર ગંજમાં ગુટખાની દુકાનો અચોક્કસ મુદત માટે બંધ, ગંજ એસો.એ સાવચેતીના ભાગરૂપે લીધેલો  નિર્ણય

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ સરદાર ગંજ અનાજ-કરીયાણા એશોસીએશનના સૂત્રોએ જણાવેલ કે આણંદ સરદાર ગંજમાં પાનમસાલાનું વેચાણ કરતી દુકાનો પર દિનપ્રતિદિન વહેલી સવારથી ભીડનો માહોલ જામી જતો હોય છે એક તરફ બોરસદ, ઉમરેઠ, લાલપુરામાં કોરોના પોઝીટીવના કેસો મળી રહ્યા છે.

જેથી કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય નહીં તેમજ ભીડનો માહોલ ઓછો જોવા મળે અને સરદાર ગંજની અન્ય દુકાનોમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે તેવા હેતુથી પાન-મસાલાની હોલસેલનું વેચાણ કરતી દુકાનો અચોક્કસ મુદત માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમ, સરદાર ગંજમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે તેવા હેતુથી પાન મસાલાનું વેચાણ કરતી 3 દુકાનો પર અચોક્કસની મુદત માટે દુકાનો બંધ રાખવાના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...