ગુજકેટની પરીક્ષા:આણંદ જિલ્લાના 18 કેન્દ્રો પર આજથી ગુજકેટની પરીક્ષા શરૂ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાંથી 3883 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા આગામી તા.18મી એપ્રિલને સોમવારના રોજ આણંદ જિલ્લાના મુખ્ય મથક આણંદ શહેર સહિત જિલ્લાના તાલુકાઓમાં આવેલ વિવિધ 18 પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગોના195 બ્લોકમાં કુલ-૦3 સેશનમાં સવારના 10-00 થી બપોરના4-00 કલાક દરમિયાન લેવામાં આવનાર છે. જેમાં3883 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુસર પરીક્ષા કેન્દ્રોની આસપાસ વાલીઓના અને લોકોના ટોળાઓ એકઠા ન થાય તેમજ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તથા પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તથા જાહેર શાંતિ અને સલામતી જળવાઇ રહે, પરીક્ષાના મુકત, ન્યાયી અને સરળ સંચાલન માટે તથા પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ એમ. વાય. દક્ષિણીએ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. વહિવટી તંત્ર દ્વારા પરીક્ષાઅોમાં ગેરરીતિ અટકાવવા માટે અોબર્ઝવરની નિમણૂક કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...