તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ગુજકોસ્ટ દ્વારા SVIT વાસદના પ્રાધ્યાપકોને સંશોધન માટે રૂપિયા 49.50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શોધકાર્ય અને સંશોધનાત્મક પ્રવૃતિઓ માટે અધતન સુવિધાઓ મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં વિકસીત કરવામાં આવશે

એસવીઆઈટી વાસદના મિકેનિકલ એન્જિનિયરિંગના પ્રાધ્યાપકો પ્રો.ડો. શેખર પ્રકાશ સલાડી અને પ્રો. હેતલ રણજીતસિંહ ચૌહાણનો સંશોધન પ્રસ્તાવ માન્ય રાખી ગુજકોસ્ટ (ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી), ગાંધીનગર દ્વારા રૂપિયા 49.50 લાખનું અનુદાન મંજૂર કરવામાં આવ્યું છે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટર તેમજ ઉદ્યોગ જગતના અન્ય સેક્ટરમાં વપરાતા મશીનોમાં સતત ઉપયોગના કારણે ઘર્ષણ અને ઘસારા (friction and wear)ની સમસ્યા બહુ વ્યાપક અને પડકારજનક છે. જેના કારણે ઉત્પાદિત એકમની કોસ્ટિંગ(પડતર કિંમત) પણ ખૂબ ઊંચી આવે છે. આ સમસ્યાના નિરાકરણ માટે અને તેના દુષ્પરિણામોને ઓછું કરવા માટે તેમજ અટકાવવા માટે કોસ્ટ કટિંગના ઉદ્દેશથી લેટેસ્ટ નેનો ટેકનોલોજી અને સરફેસ કોટિંગના ઉપયોગથી સંશોધન કાર્ય કરવામાં આવશે.

પ્રો. ડો. શેખર પ્રકાશ સલાડી
પ્રો. ડો. શેખર પ્રકાશ સલાડી

ગુજકોસ્ટ (ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી), ગાંધીનગર દ્વારા જે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. તેના દ્વારા શોધકાર્ય અને સંશોધનાત્મક પ્રવૃતિઓ માટેની અધતન સુવિધાઓ મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં વિકસીત કરવામાં આવશે. જેનો લાભ આસપાસની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ના સ્કોલર વિદ્યાર્થીઓની સાથે સાથે નજીકમાં આવેલા ઔદ્યોગિક એકમોને પણ મળશે.

પ્રો. હેતલ રણજીતસિંહ ચૌહાણ
પ્રો. હેતલ રણજીતસિંહ ચૌહાણ

SVIT પરિવાર દ્વારા પ્રો. ડો. શેખર પ્રકાશ સલાડી અને પ્રો. હેતલ રણજીતસિંહ ચૌહાણને તેમની આ વિશિષ્ટ સિધ્ધિ બદલ બિરદાવ્યા હતા. એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ ભાસ્કર પટેલ, સેક્રેટરી ભાવેશ પટેલ, ઉપાધ્યક્ષ દિપક પટેલ, આચાર્ય ડો. એસ. ડી. ટોલીવાલ, પ્રો. ડો. પ્રતિક શાહ (વડા- મિકેનિકલ વિભાગ) અને સમસ્ત એસવીઆઈટી પરિવાર દ્વારા પ્રો. ડો. શેખર પ્રકાશ સલાડી અને પ્રો. હેતલ રણજીતસિંહ ચૌહાણ ને તેમની આ વિશિષ્ટ સિધ્ધિ બદલ બિરદાવ્યા અને અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો