સાત સમંદર પાર ગરબાની રમઝટ:અમેરિકાના કેલિફોર્નિયામાં ગુજરાતીઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા, પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે ધૂમ મચાવી

આણંદએક મહિનો પહેલા

નવરાત્રિ હવે માત્ર ગુજરાતનો તહેવાર ન રહેતા વૈશ્વિક તહેવાર બની ચુક્યો છે. નવરાત્રિ અને શરદપુનમના રાસગરબા વિદેશમાં વસતા ભારતીયો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આ તહેવાર વિદેશમાં ઉજવી રહ્યા છે. એકતામાં અનેકતા અને અનેકતામાં વિવિધતાના સંદેશને આપવા માટે ગુજરાતી સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે નવરાત્રિ મહોત્સવ 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સિટી ઓફ નોર્વેક સેરિટોઝ કોલેજ ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે ધૂમ મચાવી હતી. આ તબક્કે ગુજરાતી ખેલૈયાને પોતાના તાલે ગરબે ઘૂમવા માટે મજબૂર કરનારી આ બેલડીને લઈ ગુજરાતી ખેલૈયા ભૂલી ગયા હતા કે, તે ગુજરાતમાં ગરબા રમી રહ્યા છે કે વિદેશમાં તેવી મોજ કરાવી હતી.

સર્ટિફિકેટ એનાયત કરાયા
ગુજરાતી સમાજના ચેરમેન ઘનશ્યામસિંહ ઝાલા, પુષ્પ બહેન પટેલ, સેરીટોઝ કોલેજના યોગી પટેલ, પરિમલ શાહની આગેવાનીમાં યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી સમાજના 3000 જેટલા લોકો ગરબે ઘૂમ્યા હતા.આ ધાર્મિક પ્રસંગે સેરીટોઝ કોલેજના યોગી પટેલ, પરિમલ શાહ અને અગ્રણીઓ દ્વારા ઉત્સાહ વધારવા અને સન્માન કરવા માટે ખાસ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાતી સમાજનો પ્રેમ વધતો જ જાય છે
ગુજરાતી સમાજના ચેરમેન બી.યુ.પટેલ, પુષ્પાબહેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પાર્થિવ ગોહિલે જણાવ્યું હતું કે, તે 35 કરતાં વધુ વખત લોસ એન્જલસ આવી ચુક્યા છે અને દર વખતે તેમનો ઉત્સાહ તેમજ ગુજરાતી સમાજનો તેમના માટેનો પ્રેમ વધતો જ જાય છે.

ગુજરાતી સમાજ માટે વિદેશમાં રહીને કામ કરનારા લોકોને બિરદાવ્યા
આ તબક્કે માનસી પારેખે ગુજરાતી સમાજના અગેવાનો વિદેશમાં રહીને પણ ગુજરાતી સમાજ માટે જે લોકો કામ કરી રહ્યા છે તેમણે બિરદાવ્યા હતા. અને ખાસ કરીને અગ્રણી આગેવાનો યોગી પટેલ, પરિમલ શાહ, ઘનશ્યામસિંહ ઝાલા, બી.યુ પટેલ, પુષ્પાબહેન પટેલની કામગીરીને સમાજ અને દેશની સંસ્કૃતિના જતન માટે ખૂબ ઉપયોગી જણાવી હતી અને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...