• Gujarati News
  • Local
  • Gujarat
  • Nrg
  • Gujarati Businessmen Living In The United States Have Started Providing Free Accommodation And Meals For Indian Students

વિદેશમાં વિદ્યાર્થીઓ માટે સગવડ:અમેરિકામાં રહેતા ગુજરાતી વેપારીઓએ ભારતીય વિદ્યાર્થીઓ માટે શરૂ કરી નિઃશુલ્ક રહેવા અને જમવાની વ્યવસ્થા

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં સેરીટોસ કોલેજમાં 800 વિદ્યાર્થીને જમવાનું પુરૂ પાડવામાં આવ્યાં હતું

ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ અર્થે અમેરિકા જતા હોય છે. વળી માતા-પિતા સંપન્ન હોય તો ઠીક નહીતો લોન કે અન્ય રીતે ધિરાણ લઈ સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે જોખમ લેતા હોય છે. લોસ એન્જલસની સેરીટોસ કોલેજ ખૂબ જ પ્રખ્યાત છે. વળી અહીં ગુજરાતી પરિવારોના સંતાનો પણ મોટા પ્રમાણમાં અભ્યાસ કરે છે તેમજ ગુજરાત થી એડમિશન લઈ આવેલા વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર કહી શકાય તેવી છે. આ પરિસ્થિતિમાં લાખો રૂપિયાની ફી ભર્યા બાદમાં પરદેશમાં રહેવા અને જમવાની વ્યવસ્થાને લઇ અનેક પ્રશ્નો ઉભા થાય છે. જોકે, રહેવા અને જમવાના મામલામાં ઘણી વખત સંતાન જ અધુરો અભ્યાસ છોડી પરત આવતાં રહે છે. આ સ્થિતિને માપી ગયેલા અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતી વેપારીઓએ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેવા અને જમવાની વ્યવસ્થા કરી મદદ કરી આપવાનું બીડું ઝડપ્યું છે.

લોસ એન્જલસની સૌથી મોટી કોલેજ સેરીટોસ કોલેજમાં ફાલ્કન નેસ્ટ ફ્રી પેન્ટ્રી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોગ્રામમાં કોરોના બાદની સ્થિતિને પહોંચી વળવા માટેનાં પગલા ભરવાની દિશામાં સૌથી મોટું ગણવામાં આવે છે. કોલેજ પ્રશાસનનાં ટ્રસ્ટીઓ અને ભારતીય મુખ્યદાતાઓનાં પ્રયાસે શરૂ થનારા આ કાર્યક્રમને લઈ ભારતથી વિદેશમાં ભણવા જનારા ભારતીય વિદ્યાર્થીઓના બહોળા સમુહને મોટો લાભ કરાવશે તેમ તેમ માનવામાં આવી રહ્યુ છે.

ઈન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી નોર્થ અમેરિકાના સહયોગથી શરૂ કરાયેલા ફાલ્કન નેસ્ટ ફ્રી પેન્ટ્રી પ્રોગ્રામ અંતર્ગત સૌથી વધુ સંવેદનશીલ વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્યોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે સંપૂર્ણ વ્યક્તિનું ધ્યાન રાખવામાં આવે છે. ફાલ્કન નેસ્ટ પ્રોગ્રામ દ્વારા સેરીટોસ કોલેજનાં વિદ્યાર્થીઓને ખોરાક પુરો પાડવામાં આવી રહ્યો છે. તેમની પાયાની જરૂરિયાતની સુવિધાઓ પર કોલેજની સેન્ટ્રલ સિસ્ટમથી નજર પણ રાખવામાં આવે છે. વિદ્યાર્થી કેમ્પસમાં ખોરાક, આવાસ, આરોગ્ય અને નાણાકિય સુખાકારી અને રોજગાર સંસાધનો પર બહારથી એક્સેસ કરી શકે તેવી વ્યવસ્થા પણ છે.

ઈન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી શું છે?

વિદેશમાં વસતા મોટા ભારતીય સમુહનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થા ભારતીયો માટે એક આશીર્વાદ સમાન છે અને તેનું સંચાલન બિઝમેસમેન, હોટેલિયર અને રાજકીય રીતે લોસ એન્જલસ અને ભારત બંનેમાં સ્થાન ધરાવતા અગ્રણી એવા ચરોતરના યોગી પટેલ કરી રહ્યા છે. સેરીટોસ કોલેજ સાથે સંકળાયેલા યોગી પટેલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, કોલેજની સ્ટ્રેન્થ ઘણી મોટી છે. 24 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે.

સંસ્થામાં 60 લોકો મુખ્ય છે અને ટ્રસ્ટી તરીકે જેમ્સ બર્કી, પ્રમુખ ડૉ. શિન લિયુ વી.પી. ડૉ. સાન્દ્રા સાલાઝાર ઝ્યુરિચ લેવિસ મેરિસા પારેઝ કાર્મેન એવલોસ મોટે ભાગે હિસ્પેનિક છે. 24 હજાર વિદ્યાર્થીઓ અને 40 એકર જમીનમાં સેરીટોસ વસ્યુ છે . તેઓ ભારતીય વિદ્યાર્થીઓને સ્પોન્સર કરી રહ્યા છે. ડૉ. જોસ ફિએરો પ્રમુખ/સુપ્રિન્ટેન્ડેન્ટ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેરોલ ક્રમ્બાચની અધ્યક્ષતામાં 70 ટકા વિદ્યાર્થીઓને આ ફ્રી ફૂડ પેન્ટ્રી પ્રોગ્રામનો લાભ મળે તેનું ધ્યાન રાખવામાં આવે છે.

ભારતીય વિદ્યાર્થીઓનાં 5 લાખ કરતા વધારે રૂપિયા બચશે

ફાલ્કન નેસ્ટ પ્રોગ્રામ શરૂ થવાને કારણે ભારતીય વિદ્યાર્થીઓને ખાસ મોટો લાભ થવાનો છે એ નક્કી. આ વખતે એમ પણ સેરીટોસ કોલેજમાં 250 જેટલા ભારતીય વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે અને 10 જેટલા તો સુરતનાં વિદ્યાર્થીઓ પણ છે. યુનિવર્સીટી ઓફ કેલીફોર્નિયાની આ સિસ્ટર કન્સર્ન સેરીટોસ કોલેજમાં વધારેમાં વધારે વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે યોગી પટેલ અને બેન્કર પરિમલ શાહ કાર્યરત રહે છે.

આ એ કોલેજ છે કે જ્યાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામને પ્રવેશ મળી રહે છે અને ફાલ્કન નેસ્ટ યોજનાનો લાભ પણ મળી રહે છે. આ માટે ખાસ આજુબાજુના રહેણાંક વિસ્તારોની વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે. લોસ એન્જેલસ કાઉન્ટીનાં માધ્યમથી પણ ફુડ મળી રહે છે. મોટા ભાગે એક ક્વાટર્સની મિનિમમ ફી 2000 થી લઈ 3000 ડોલર્સ રહેતી હોય છે એટલે કે 4 ક્વાર્ટર્સમાં ગણવામાં આવે તો ભારતીય મૂલ્ય પ્રમાણે પાંચ થી છ લાખ રૂપિયાની બચત થઈ શકે છે. હાલમાં 3000ની આસપાસનાં વિવિધ પ્રાંતથી આવેલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે.

કોરોનામાં સેરીટોસ કોલેજમાં 800 વિદ્યાર્થીને જમવાનું પુરૂ પાડવામાં આવ્યાં હતું

સેરીટોસ કોલેજમાં વિવિધ પ્રકારનાં અનેક સ્ટ્રીમ છે કે જેમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે. 1955થી કાર્યરત આ કોલેજમાં ફાલ્કન નેસ્ટ કાર્યક્રમ અમલી બનવાને કારણે અધવચ્ચેથી જે વિદ્યાર્થીઓ એપ્લાય કરશે તેમને પણ રહેવા જમવાની સુવિધા વિનામૂલ્યે કરી આપવામાં આવશે. કોરોના બાદની સ્થિતિમાં જે વિદ્યાર્થીઓને જોબ નથી મળી રહી તેવા લોકોને ફી ભરવા માટે ચિંતા ન રહે તે માટે આ યોજના કામ કરશે.

કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સેરીટોસ કોલેજ ખાતે 7 દિવસ માટે 800 કરતા વધારે વિદ્યાર્થીઓને સતત જમવાનુ પુરૂ પાડવામાં આવ્યુ હતું. ત્રણ વર્ષમાં 33 હજાર કરતા વધારે લોકોને જમવાનાની મદદ કરવામાં આવી હતી. ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીનાં પ્રમુખ યોગી પટેલની અધ્યક્ષતામાં કોરોનાના આ કપરા ત્રણ વર્ષમાં જાતિ કે જ્ઞાતિનાં ભેદભાવ વગર માત્ર ભારતીય તરીકેની સમાજ ભાવના સાથે 39 હજાર પરિવાર અને 45 હજાર જેટલા વિદ્યાર્થીઓને ભોજન સહિતની મદદ પુરી પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...