તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખંભાતના કનેવાલ તળાવ પર ચોકીદાર ગોઠવવામાં આવ્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની ચોરી અટકાવવા કાર્યવાહી કરાઈ

ઉપરવાસમાં વરસાદ નહીં પડવાથી વણાકબોરી ડેમમાંથી નહેરમાં પાણી છોડવાનું બંધ કરી દેવાયું હતુ.ત્યારે આણંદ જીલ્લા તંત્રએ ભાલ પંથકમાં પીવાના પાણીનું જળસંકટ સર્જાય નહીં તે માટે પુરતા પ્રમાણમાં સ્ટોક સંગ્રહીત રાખી 51 જેટલા ગામડાઓમાં પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આણંદ જિલ્લા પાણી પુરવઠા વિભાગના કલ્પનાબેન રાણાએ જણાવ્યું હતું કે, હાલમાં ભાલપથકમાં પીવાના પાણીની જળસંકટ સર્જાઇ રહ્યું છે.

ત્યારે વિરગામ સેજમાંથી 39 ગામો અને ભાલપ્રદેશમાં 12 સહિત કુલ 51 ગામડાઓમાં કનેવાલ અને પરિએજ તળાવમાંથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યુું છે જો કે પાણી ચોરી અટકાવવા માટે ગુરૂવારે કલેકટર કચેરી મિટીંગનું આયોજન કરાયું હતુ. આ બાબતે શુક્રવારે વધુમાં ચર્ચા વિચારણા હાથ ધરી આગામી દિવસો પીવાના પાણી વિકટ પરિસ્થિતી સર્જાઇ તેમ હોય પાણી ચોરી અટકાવવાના ભાગરૂપે જાહેરનામંુ બહાર પડાશે. હાલમાં એકસ આર્મીમેનનો બંદોબસ્ત તૈનાત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...