આણંદના વિદ્યા ડેરી પાસે મોરીયાવી કુઇમાં રહેતા જીતેન્દ્ર નટુભાઈ પઢીયારના પુત્રના લગ્ન નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે મોટે મોટેથી મોડી રાત્રે ડીજે વાગતું હતું. આ અંગે શહેર પોલીસને ફરિયાદ મળતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જીતેન્દ્ર નટુભાઈ પઢીયારના પુત્ર કિશનના લગ્ન ચાલી રહ્યાં હતાં. આ ડિજેના માલિક પોતે જ હતા અને ક્રિષ્ના સાઉન્ડના નામે વ્યવસાય કરતાં હતાં. આથી, પોલીસે જીતેન્દ્ર પઢીયાર સામે ગુનો નોંધી સ્પીકર સહિત કુલ રૂ.50 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત પોલીસે મોટી ખોડીયાર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન આણંદ કચ્છી પ્રજાપતિ વાડીમાં દરોડો પાડ્યો હતો. જેમાં મોડી રાત્રે મોટા મોટા અવાજે ડીજે વાગતું હતું. આ અંગે ડીજે સંચાલકને પુછતા તેણે સૌરભગીરી પ્રભાશંકર ગીરી (ઉ.વ.20, રહે. વડોદરા) હોવાનું જણાવ્યું હતું. વાડીમાં અર્જુન રાયધણભાઈ પ્રજાપતિ (રહે. સીપી કોલેજ પાછળ, આણંદ)ના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી ડીજે વાગતું હોવાનું કબુલ્યું હતું. આથી, પોલીસે સૌરભગીરી પ્રભાશંકર ગીરી અને અર્જુન રાયધણ પ્રજાપતિ સામે ગુનો નોંધી કુલ રૂ.60 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે જીટોડીયા રોડ પર ચાવડાપુરામાં મોડી રાત્રે ડીજે વગાડતા તેજસ વિઠ્ઠલદાસ જાદવ (રહે.રાજનગર, વડતાલ) અને મહેશ મગન ચાવડા (રહે.ચાવડાપુરા) સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મહેશ ચાવડાના પુત્ર તુષારના લગ્ન હોવાથી રાસ ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં મોટે મોટેથી ડીજે વાગતું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.