તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામસડક યોજના:મુખ્યમંત્રી ગ્રામસડક યોજના હેઠળ 12 કરોડની ગ્રાંટ મંજૂર

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારોના માર્ગો ડામરના બનશેે

સમગ્ર રાજ્યમાં લોકડાઉન હળવું થતાં વિકાસના કામોને વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આણંદ જિલ્લાના બોરસદ અને પેટલાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રૂા.12 કરોડના કાચા થી ડામરના રસ્તાના કામો માટે મંજૂર કરવામાં આવ્યાં છે.

જેમાં વિરોલ(સી)થી વિશ્રામપુરા રોડ, રાવલી ડેરીથી રવિપુરા બોરકુવાને જોડતો રસ્તો, બાંધણી ગામે ભાથીજી મંદિરથી હીરાવાળા કુવે જવાના રસ્તે બુધાભાઈના ઘરે જવાનો રસ્તો, સહીત બાંધણી ગામે કુલબાઈ માતા મંદિરના રોગને જોડતો રોડ, વહેરા ગામે સ્મશાનથી ઉમીયા માતા મંદિર રોડ મંજૂર કરવામાં આવ્યા છે તેમજ થ્રુ રૂટ, અ.જી.મા.અને ગ્રા.મા.ને પહોળા કરવાની કામગીરીમાં બોચાસણ વિરોલ રોડ અને મહેળાવ એપ્રોચ રોડનો સમાવેશ થયો છે.

અન્ય સમાચારો પણ છે...