તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સીવીએમ યુનિવર્સિટી અને સીવીએમ ફૂટબોલ એકેડેમી દ્ધારા AIFFD સર્ટીફીકેટ ટ્યુટર રીફ્રેસર કોર્સ નું ભવ્ય આયોજન કરાયું

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે તા.22થી 27 માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું
 • કાર્યક્રમમાં સમ્રગ દેશમાંથી ફૂટબોલના પ્રસિદ્ધ કોચ ઉપસ્થિત રહ્યા

આણંદની સીવીએમ યુનિવર્સિટી અને સી.વીએમ ફૂટબોલ એકેડેમી દ્ધારા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઈ.એફ.એફ.)ના ડી સર્ટીફીકેટ ટ્યુટર રીફ્રેસર કોર્સ વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે તા.22થી 27 માર્ચ, 2021 સુધી આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સમ્રગ દેશમાંથી ફૂટબોલના પ્રસિદ્ધ કોચ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સીવીએમ યુનિવર્સિટીની સી.ઝેડ.પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ, ન્યુ વલ્લભ વિદ્યાનગર કોલેજમાં ઉદ્દઘાટન સમારોહમાં મેહુલ પટેલ જોઈન્ટ સેક્રેટરી, ચારુત્તર વિદ્યા મંડળ અને પ્રેસિડેન્ટ આણંદ જિલ્લા ફૂટબોલ એસોસિએશન, તેમજ સાવ્યો મોડેરા - હેડ ઓફ કોચ એજ્યુકેશન ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, મુળરાજસિંહ ચુડાસમા, વાઈસ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન જીગ્નેશ પાટીલ, વાઈસ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન તેમજ નટવરસિંહ સિસોદિયા, ટેઝરર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન શક્તિ ચૌહાણ, કોચ એજયુકેટર ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગોપાલ કાગ ડાયરેક્ટર ઓફ ફૂટબોલ સી.વી.એમ ફૂટબોલ એકેડેમી વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.

ગુજરાતમાં ફૂટબોલ ક્ષેત્રે આવું ભવ્ય આયોજન સીવીએમ યુનિવર્સિટી દ્ધારા શાસ્ત્રી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જે આપણા ગુજરાત રાજ્ય માટે તથા ફૂટબોલ પ્રેમીઓ માટે ગૌરવની વાત છે. કાર્યક્રમના પ્રારંભમાં સી.વી.એમ ફૂટબોલ એકેડેમીના ડાયરેક્ટર ગોપાલ કાગ તમામ મહાનુભાવો અને કોચને આવકારતા સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે જોઈન્ટ સેક્રેટરી મેહુલ પટેલે જણાવ્યું કે, આવા કોર્સથી ગુજરાત અને હિન્દુસ્તાનમાં પણ ગુણવતાયુક્ત કોચનું નિર્માણ થશે. જેના લાભ આણંદ અને રાજ્યના ખેલાડીઓને મળશે. જે લોકો ભવિષ્યમાં પણ પ્રોફેશનલ ફૂટબોલ રમી શકશે.

સાવ્યો મોડેરા હેડ ઓફ કોચ એજ્યુકેશન ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને સીવીએમ યુનિવર્સિટી અને સી.વીએમ ફૂટબોલ એકેડેમીને આ કોર્સના આયોજન કરવા માટે વધાઈ આપી એમને આયોજકોને સારી સગવડ આપવા માટે આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ બંને સંસ્થાઓ એ.આઈ.એફ.એફ. અને સી.વી.એમ ફૂટબોલ એકેડેમી સાથે મળીને વધારે કોચ એજ્યુકેશન કરવાનું જણાવ્યું હતું.

મુળરાજસિંહ ચુડાસમા વાઈસ પ્રેસિડેન્ટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનનાએ સીવીએમ યુનિવર્સિટી અને સી.વી.એમ ફૂટબોલ એકેડેમીના સફળ આયોજન માટે શુભકામના આપી હતી અને ભવિષ્યમાં પણ સહયોગ આપવાની ખાત્રી આપી હતી. જીગ્નેશ પાટીલ વાઈસ પ્રેસિડેન્ટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનએ આયોજકો અને કોચ એજ્યુકેટરને શુભેચ્છા આપી અને આવા કાર્યક્રમ ફૂટબોલ ડેવલોપમેન્ટ માટે ગુજરાતમાં અને સીવીએમ સાથે મળીને ભવિષ્યમાં પણ વધારે આયોજન કરીશું તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો