સહાય:પ્રા.શાળાના 1.93 લાખ છાત્રોને અનાજ વિતરણ કરાશે

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.1 થી 5માં 5 કિલોથી વધુ અને ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓને 10 કિલોથી વધુ અનાજ અપાશે

કોરોનાકાળમાં પ્રાથમિક શાળાએ જતા બાળકોને પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે તા.01/08/2021 થી તા.31/10/2021 (71 શાળા દિવસ) સુધીના સમયગાળા માટે શાળામાં નોંધાયેલ બાળકોને ફુડ સિકયોરીટી એલાઉન્સ આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજના અંતર્ગત ઘોરણ 1 થી 5 ના શાળામાં નોઘાયેલ વિદ્યાર્થી દીઠ ઘઉં - 50 ગ્રામ દિઠ ઘઉ-50 ગ્રામ તથા ચોખા-50 ગ્રામ (કુલ 100 ગ્રામ અનાજ), ઘોરણ 6 થી 8ના શાળામાં નોઘાયેલ વિદ્યાર્થીઓને ઘઉ - 75ગ્રામ અને ચોખા - 75 ગ્રામ (કુલ 150 ગ્રામ અનાજ) વિતરણ કરવામાં આવશે.

જે અંતર્ગત ધોરણ 1 થી 5માં નોંધાયેલ પ્રત્યેક બાળકને કુલ 71 દિવસ માટે 3.550 કિલોગ્રામ ઘઉં અને 3.550 કિલોગ્રામ ચોખા એમ કુલ 7.100 કિલોગ્રામ ઘઉં અને ચોખા નું વિતરણ, તથા ધોરણ 6 થી 8માં નોંધાયેલ પ્રત્યેક બાળકને કુલ 71 દિવસ માટે 5.325 કિલોગ્રામ ઘઉં અને 5.325 કિલોગ્રામ ચોખા એમ કુલ 10.650 કિલોગ્રામ ઘઉં અને ચોખા નું વિતરણ કરવામાં આવશે.

જે મુજબ આણંદ જિલ્લા કલેકટર દ્વારા આણંદ જિલ્લાની પ્રાથમિક શાળામાં નોઘાયેલ વિદ્યાર્થી ઘોરણ - 1 થી 5 ના 121569 વિદ્યાર્થી તથા ઘોરણ-6થી 8ના વિદ્યાર્થી 71712 મળીને કુલ 193281 વિદ્યાર્થીઓને ઘઉં 8134.354 કવિન્ટલ અને ચોખા 8134.354 કવિન્ટલ એમ કુલ 16268.708 કવિન્ટલ અનાજની ફાળવણી કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં લોકડાઉન અમલી બન્યા બાદ તા. 16/03/2020 થી તા .31/07/2021 સુધીના કુલ 365 દિવસની ફુડ સિક્યુરીટી એલાઉન્સ હેઠળ અનાજ અને કુકિંગ કોસ્ટનું વિતરણ કરાયું હતું. એમ કુલ બાર તબક્કાના કુલ 365 શાળા દિવસ માટે પ્રાથમિક શાળામાં નોઘાયેલ બાળકોને રૂા. 40,36,87,414- ફુડ સિકયોરીટી એલાઉન્સ તરીકે ચુકવવામાં આવ્યું હતું. તથા 37258.375 કવિન્ટલ ઘઉં અને 37258.375ક્વિંટલ ચોખાનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...