ભાસ્કર વિશેષ:જિલ્લાના વતની મહારાષ્ટ્રના IS અધિકારી બિપીનકુમાર શ્રીમાળીનું રાજયપાલના હસ્તે એવોર્ડ એનાયત કરાયો

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિપીનકુમાર શ્રીમાળી1992 બેચના મહારાષ્ટ્ર કેડરના સનદી અધિકારી છે

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળીના મૂળ વતની બિપિનકુમાર શ્રીમાળી 1992 બેચના મહારાષ્ટ્ર કેડરના સનદી અધિકારી છે. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં વિવિધ પદ પર ફરજ બજાવી હાલ મહાત્મા ફૂલે નવીનીકરણીય ઉર્જા અને પાયા ભૂત સુવિધા કંપની, “મહાપ્રિત” ( MAHAPREIT - મહારાષ્ટ્ર સરકાર નરું પબ્લિક અંડર ટેકિંગ) તેમજ તેની સુત્રધારી કંપની MPBCDC ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.બિપીનકુમાર શ્રીમાળીને સરકારી સેવામાં અનુકરણીય શ્રેષ્ઠતા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશયારીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

વર્ષ 2019માં એક વર્ષ માટે તેઓ USAમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં નવીનીકરણીય ઉર્જા અને ઇલેક્ટ્રિક વાહન (રિન્યૂએબલ એનર્જી અને ઇલેક્ટ્રિક મોબિલિટી) પર ઉચ્ચ અભ્યાસ અર્થે હતા . “મહાપ્રિત” કંપની સોલાર પાવર પ્રોજેક્ટસ , ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન્સ , સોફ્ટ વેર ટેકનોલોજી પાર્ક , હાઈવે બાંધકામ , ગૃહનિર્માણ અને અલ્ટરનેટિવ એનર્જી - બાયો ફયુઅલ્સ વગેરે ક્ષેત્રોમાં કાર્યરત છે.

તેઓ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં DDO/CEO જિલ્લા પરિષદ અને નંદુરબાર જિલ્લામાં કલેક્ટર હતા. તેઓ એ વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ,મહારાષ્ટ્ર રાજ્ય રોડ વિકાસ કોર્પોરેશન અને માનનીય Dy.cmના સચિવ 2014 સુધી ફરજ બજાવી હતી.તેમણે 2014 થી 2019 સુધી ઊર્જા વિભાગમાં કામ કર્યું છે. CMD Mahatransco , CMD મહારાષ્ટ્ર પાવર જનરેશન કોર્પોરેશન અને પ્રિન્સિપલ સેક્રેટરી એનર્જી વિભાગ તરીકે ફરજ બજાવી તેમના કાર્યકાળ દરમ્યાન મહારાષ્ટ્ર પાવર જનરેશન કોર્પોરેશન તરફથી રાલેગણ સિદ્દી ખાતેના તેમના સોલાર પાવર પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે તાજેતરમાં જાહેર કરાયેલ ઈન્ડિયા ગ્રીન એનર્જી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2002માં ગુજરાત ભૂકંપ દરમિયાન ભુજ ખાતે ભૂકંપ પુનર્વસન પ્રોજેક્ટમાં OSD તરીકે અને ત્યારબાદ 2005માં કલેક્ટર જૂનાગઢ તરીકે ગુજરાત સરકાર સાથે કામ કર્યું હતું. તેઓ સૌરાષ્ટ્ર યુનિ ,મોરબીની લખધીરસિંહજી કોલેજની મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...