સમાજમાં આજે ઘણી મહિલાઓ સામાજિક-શૈક્ષણિક-ધાર્મિક ક્ષેત્રે સેવારત રહીને સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. પરંતુ આણંદના અલ્પાબેન પટેલ કે જેઓ એક મહિલા હોવા છતાં પણ જે કામ મહિલાઓ ન કરી શકે તેવું કામ તેઓ નિ:સ્વાર્થપણે કરી રહ્યા છે.
આણંદના અલ્પાબેન પટેલ કે જેઓ આણંદ જિલ્લામાં મળી આવેલ બિનવારસી મૃતદેહો કે જેઓના કોઇ સ્વજન નથી તેવા બિનવારસી મૃતકોના સ્વજન બનીને સંપૂર્ણ ધાર્મિક વિધિ મુજબ નિ:સ્વાર્થભાવે અગ્નિ સંસ્કાર કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. અલ્પાબેન પટેલ કે જેઓ આણંદ નવગુજરત અધિકાર સંઘ સાથે જોડાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પાબેન પટેલેએ અત્યારસુધીમાં અંદાજે 400થી વધુ બિનવારસી મૃતકોના સ્વજન બનીને તેઓના ધાર્મિક વિધિ-વિધાન મુજબ અગ્નિ સંસ્કાર કર્યા છે. તાજેતરમાં આણંદ નવગુજરાત અધિકાર સંઘ દ્વારા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન નવગુજરાત અધિકાર સંઘ દ્વારા સમાજમાં અસહાય, નિર્બળ, નિરાધાર, ગૃહકલેશથી પીડિત મહિલાઓ અને વ્યકિતઓની કરવામાં આવી રહેલ સેવાઓ તેમજ અલ્પાબેન પટેલ દ્વારા બિનવારસી મૃતકોના કરવામાં આવી રહેલ અગ્નિ સંસ્કારની પ્રવૃત્તિઓ ઉપરાંત સમાજના સર્વાંગી વિકાસ અને પ્રકૃતિ-પર્યાવરણની જાળવણી અને ભારતીય સંસ્કૃતિના ઉત્થાન માટે વિવિધ સંસ્થાઓને સાથે રાખીને કરવામાં આવી રહેલા સેવાકીય પ્રવૃત્તિઓની રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને અવગત કરાવવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.