ફરતા દવાખાનાની સુવિધા:6 દિવસથી ઊભી ના થઇ શકેલી ભેંસને સરકારી પશુ ચિકિત્સકે સારવાર કરી કલાકોમાં સ્વસ્થ કરી

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં ગામડાઓ માટેે હરતા ફરતા દવાખાનાની સુવિધા ઉપલબ્ધ

પશુ સંવર્ધનમાં મોખરાનું સ્થાન ધરાવતા આણંદ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા પશુ ચિકિત્સા માટે ફરતું પશુ દવાખાનું (એમ.વી.ડી)ની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત રાજુપુરા ગામમાં 5 થી 6 દિવસથી ઊભી જ ના થઇ શકેલી ભેંસની સારવાર કરી તેને સ્વસ્થ કરવામાં આવી હતી. આણંદ જિલ્લાના તમામ 8 તાલુકામાં એમ. વી. ડી. ની વ્યવસ્થા છે.

પશુપાલન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજુપુરા ગામમાં ડો. મયુર પટેલ (પશુ ચિકિત્સક) તેમજ પાયલોટ વિશાલભાઈ વિઝિટ પર હતા તે દરમિયાન પશુપાલક ગણપતભાઈ ભોઈ આવીને તેમની ભેંસ કે જે વિયાણ પછી 5 થી 6 દિવસ થી ઊભીજ નથી તે બાબતે તબીબને જણાવ્યું હતું. ભેંસને ચેક કરતા તેનામાં મિલ્ક ફીવર (કેલ્શિયમ ની ઉણપ) ની બીમારી હોવાનું જણાયું હતું જેથી તેની તાબડતોબ યોગ્ય સારવાર કરી 2 કલાકમાં જ સ્વસ્થ કરી હતી.

હાલ આણંદ જીલ્લામાં દરેક તાલુકામાં જેમાં આણંદ તાલુકામાં 2 નાપાડ (તળપદ) - મોગર, પેટલાદમાં 1 પાલજ, આંકલાવ તાલુકામાં 1 બામણગામ, ખંભાત તાલુકા મા 2- જીણજ અને રાલજ અને ઉમરેઠ તાલુકામાં 1 પણસોરામાં MVD ની સેવા કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...