તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યાજ સહાય:ચરોતરના પશુપાલકોને રોજગારી માટે સરકાર12 ટકા વ્યાજ સહાયનો પ્રારંભ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદના 100 અને ખેડા માટે 90 લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે

શ્વેત પ્રદેશ તરીકે ઓળખતા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના પશુપાલકોનું હબ ગણાય છે, ત્યારે અહીં લગભગ 6 લાખ લોકો દૂધ ઉત્પાદન અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. ઉપરાંત ત્રણેય જિલ્લામાં અંદાજે 1200થી વધુ ડેરીઓ આવેલી છે. ત્યારે પશુપાલન વ્યવસાય ને સ્વરોજગારી તરીકે વધુ વિસ્તરીત કરવા વર્ષ 2020-21 માટે પશુપાલન વ્યવસાયને વેગ આપવા ગુજરાત રાજ્ય પશુપાલન નિયામકની કચેરી, કૃષિ ભવન, ગાંધીનગર દ્વારા બે યોજનાઓ શરૂ કરાઇ છે.

ડેરી ફાર્મ સ્થાપના માટે 12 પશુ માટેના ફાર્મ ઉપર 12 ટકાની વ્યાજ સહાય ની યોજના અમલમાં મૂકી છે.જેમાં આણંદ જિલ્લા માટે 100 લાભાર્થીઓના લક્ષયાક માટે રૂા.315લાખ,ખેડા જિલ્લા માટે 90 લાભાર્થી માટે રૂા. 283.50 લાખ અને મહીસાગર જીલ્લા માટે 100 લાભાર્થી માટે રૂા.315 લાખ ની વ્યાજ સહાય યોજના અમલી બનાવી છે. જે કુલ રૂા.913.05 લાખ ની નાણાંકીય જોગવાઈ કરાઈ છે.

જ્યારે 1 થી20 દેશી દુધાળા પશુઓ (ગાય અને ભેંસ) એકમ સ્થાપના માટે 12 ટકા વ્યાજ સહાય યોજના માટે આણંદ અને ખેડા જિલ્લામાં માટે 10-10લાભાર્થીઓ માટે રૂા. 12.32 લાખ જ્યારે મહીસાગર જિલ્લા માટે 7 લાભાર્થીઓ સામે રૂા.8.63 લાખ સાથે કુલ મળી રૂા.33.26 લાખ ની નાણાંકીય જોગવાઈ કરાઈ છે.આ અંગે વધુ માહિતી માટે જિલ્લા નાયબ મદદનીશ પશુપાલન નિયામક અથવા નોડલ ઓફિસર ,જિલ્લા સહકારી દૂધ સધ કચેરી નો સમ્પર્ક સાધવા જિલ્લા નાયબ મદદનીશ પશુપાલન નિયામક અધિકારી ડો.સ્નેહલ પટેલ દ્વારા જણાવાયુ છે. પશુપાલકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલી છે. જેનો લાભ લેવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...