તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Government Expenditure Behind Beautification Of Bacroll Lake In Anand Has Been Washed Away, People Are Disturbed By Bushes And Bronze Dirt

આક્રોશ:આણંદમાં બાકરોલ તળાવના બ્યુટીફીકેશન પાછળનો સરકારી ખર્ચ ધોવાઈ ગયો, ઝાડી ઝાંખરા તેમજ કાંસની ગંદકીથી પ્રજા પરેશાન

આણંદ3 મહિનો પહેલા
  • સૌથી મોટા બાકરોલ તળાવમાંથી જળચર જીવો જોખમ
  • અગાઉ 33થી વધુ કાચબા વિદ્યાનગર નેચર કલબે બચાવેલા

આણંદ નગરપાલિકા દ્વારા બાકરોલ ખાતે આવેલા તળાવનું 5 કરોડના ખર્ચે બ્યુટિફીકેશન કરવામાં આવ્યું હતું. સરકારના આ વિકાસ કાર્યનો પ્રજા લાભ લેવાનો શરૂ કર્યો હતો. ત્યાંજ નગરપાલિકા દ્વારા આ તળાવમાં કાંસના ગંદા પાણી ભરી દેતાં આસપાસમાં દુર્ગંધયુક્ત વાતાવરણ સર્જાયું છે. તેમાં જંગલી વનસ્પતિ પણ ફેલાઈ છે અને હાલ વરસાદી પાણી ભરતા વધુ ગંદકીને કારણે પ્રજામાં રોષ ફેલાયો છે.

તળાવમાં વરસાદી પાણી ઉમેરાતા પારાવાર દુર્ગંધ ફેલાઇ

આણંદ નગરપાલિકા દ્વારા 2017 માં બાકરોલના તળાવનું બ્યુટિફીકેશન કરવામાં આવ્યું હતું. જેમાં તળાવને ઉડું કર્યા બાદ ચોતરફ રેલીંગ કરી ગેટ નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત એલઇડી લાઇટ, વિવિધ રમતના સાધનો, વરીષ્ઠ નાગરીકો માટે બેસવા માટે બાંકડા, યુવાનો માટે કસરતના સાધનો, વૉક-વે, ફૂડ પાર્ક માટે ખુલ્લી જગ્યા સહિતની સુવિધાઓ પાછળ રૂ. 5 કરોડનું આંધણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં આસપાસના લોકો અહીં હરવા ફરવા શરૂ થયા હતા. ત્યાં જ આણંદ પાલિકાએ આ તળાવ પાસેથી પસાર થતા કાંસના ગંદા પાણી તળાવમાં ડાયવર્ટ કરી દેતાં સમગ્ર તળાવ દુર્ગંધયુક્ત પાણીથી ભરાઇ ગયું હતું. વળી હાલ તેમાં વરસાદી પાણી ઉમેરાતા અહીં પારાવાર દુર્ગંધ ફેલાઇ રહી છે. જેને કારણે અહીં લોકોએ આવવાનું બંધ કરી દીધું છે.

તળાવ નગરપાલિકાની બેદરકારીને કારણે હાલ બિસ્માર હાલતમાં

મહત્વનું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ થયેલા આ તળાવ નગરપાલિકાની બેદરકારીને કારણે હાલ બિસ્માર હાલતમાં છે. તળાવના બ્યુટીફીકેશન પાછળનો સરકારી ખર્ચ ધોવાઈ ગયો છે. સરકારની આબરૂમાં કાંકરા કરતી નગરપાલિકાની વહીવટી નીતિરીતિની ભારે લોકટિકા થઈ રહી છે. આ અંગે બાકરોલ વિસ્તારના કાઉન્સીલર સહિત સ્થાનિક આગેવાનોએ નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પરિણામ લક્ષી કામગીરી કરવામાં આવી નથી. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જળચર જીવોને રહેવા લાયક તળાવનું પાણી નથી

મહત્વનું છે કે આ તળાવના બ્યુટીફીકેશન હાથ ધરાયુ હતું. ત્યારે જળચર જીવોની જિંદગી જોખમાઇ હતી. જે સમયે વિદ્યાનગર નેચર ક્લબના કાર્યકરો દ્વારા 33 જેટલા કાચબાને બચાવી લેવામાં આવ્યા હતા. હાલ સરકારી ખર્ચે બ્યુટીફીકેશન બાદ પણ જળચર જીવોને રહેવા લાયક તળાવનું પાણી નથી. અને પારાવાર દુર્ગંધને લઈ તળાવ આસપાસમાં રહેવા લાયક વાતાવરણ નથી. આણંદમાં કરોડોના ખર્ચે થતા વિકાસના ફળ પ્રજા કરતા વધુ કોન્ટ્રાકટરો અને સત્તાધીશોને મળી રહ્યાં હોવાની ટીખળ નગરમાં સામાન્ય થઈ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...