સરકાર V/S સરકારી કર્મી:આણંદ જિલ્લાના સરકારી કર્મચારીઓનો સરકાર વિરૂદ્ધ મતદાન કરવાનો સંકલ્પ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા જૂની પેન્શન યોજના પૂનઃલાગુ કરવા અને ફિકસ પગાર સહિતના પ્રશ્ને કર્મચારીઓ દ્વારા સરકાર સામે મોરચો માળવામાં આવ્યો છે. અગાઉ પણ આ અંગે વિરોધાત્મક કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. જયાં સુધી સરકાર દ્વારા પડતર માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. વિવિધ માંગણીઓને લઇને કર્મચારી મહામંડળ અને ટીમ ઓ.પી.એસ દ્વારા તા 4 થી1 7 જૂન સુધી કર્મચારી સંપર્ક અભિયાન યાત્રા શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત 11મી રોજ જે.ડી.પટેલ કોલેજ બોરસદ ખાતે યાત્રા પહોંચી હતી.

આણંદ જિલ્લાના તમામ સરકારી મંડળો કર્મચારી, પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક કર્મચારી મિત્રો,તલાટી, મામલતદાર, ગ્રામ સેવક સહિત તમામ વિભાગના સરકારી કર્મચારી દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી 17મી સુધી યાત્રા તમામ જિલ્લામાં ફરીને સંકલ્પ પત્રો એકત્રી કરીને 25મીજૂનના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સુપરત કરવામાં આવશે જો સરકારી કર્મચારીઓના પ્રશ્ન હલ નહીં થાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ કર્મચારીઓ સરકાર વિરૂધ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...