આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ,ગટર,બ્લોક પેવીંગ, પાણીની પાઇપ લાઇન, આરસીસી સહિતના કામો રો મટરીયલના ભાવ વધી જતાં અટકી જવા પામ્યા છે. સરકારના SORના ભાવ કરતાં મટરીયલમાં 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે કોન્ટ્રાકટરને ઘરના નાંણા મુકવાનો વખત આવે છે. જેથી આણંદ જિલ્લામાં સરકારી કામો રાખતાં કોન્ટ્રાટરોએ SORમાં ભાવ વધારની માંગ સાથે જિલ્લાના નવા તમામ વિકાસના કામો લેવા બંધ કરી દીધા છે.જેના કારણે વિધાનસભાની ચૂંટણી પહેલા જ વિકાસના કામો અટકી પડતાં તંત્ર સહિત સૌ કોઇ મુંઝવણ અનુભવી રહ્યાં છે. આણંદ જિલ્લાના કોન્ટ્રાકટરોએ મંગળવારે જિલ્લા પંચાયત કચેરી ખાતે દોડી આવીને ભાવ વધારની માંગ સાથે સૂત્રોચ્ચાર કરીને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી.
આણંદ જિલ્લાના કોન્ટ્રાકટર દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સી સી રોડ કામમાં ટ્રીમીકસની લેબર નો હાલનો ભાવ માત્ર 120 છે.જેને સુધારીને 250 કરવા તેમજ 2019 ભાવ સુધારવામાં આવ્યા હતા.ત્યારબાદ કોઇ સુધાર ોકરવામાં આવ્યો નથી. નવા SOR મુજબ જૂના એસ્ટીમેટો સુધારી રીવાઇઝ કરી આપવા, SORમાં 60 એમએમ બ્લોક પેવીંગના કામમાં એમ -30ના બ્લોકનો ભાવ છેય હાલમાં આર.એ કરી એમ 20ના બ્લોકના ભાવના એસ્ટીમેટ બનાવેલ છે. તે ભાવ સુધારીને એમ 25 બ્લોકના ભાવ લઇને એસ્ટીમેટ કરી આપવા,પાણી પુરવઠા એ ગટર વ્યવસ્થા બોર્ડના SOR ભાવમાં જીએસટી ઉમેરીને એસ્ટીમેટ બનાવી આપવા, આંતરીક ઓડીટમાં રજૂ થતી ફાઇલમાં પંચકયાસની જરૂરીયાત નથી. કારણએ સ્થળની મુલાકત લઇને તલાટી અને નાયબ કાર્યપાલક ઇજનેરે બિલ તૈયાર કર્યા હોય છે. આ તમામ મુદાઓ બાબતે આણંદ જિલ્લા કોન્ટ્રાકટરોએ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરીને અન્ય જિલ્લાની જેમ ભાવ વધારો આપવાની માંગ કરી હતી.ત્યારબાદ કામ કરવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.