તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોંધાયેલા દર્દી:સરકારી ચોપડે ડેન્ગ્યૂના 140 દર્દી છતાં સબ સલામતનો દાવો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારી હોસ્પિટલ-કેન્દ્રોમાં 31, ખાનગીમાં 101 નોંધાયેલા દર્દી

શહેર સહિત જીલ્લામાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે. છેલ્લા 6 માસમાં સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના 31 અને ખાનગી હોસ્પિટલોમાં 101 દર્દી નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે જિલ્લા મેલેરિયા વિભાગે વિશેષ પ્રયાસ હાથ ધર્યા છે પરંતુ સફળતા સાંપડતી નથી અને દવાખાના દર્દીઓથી ઊભરાઇ રહ્યા છે. સરકારી ચોપડે નોંધાયેલા કરતા નહીં નોંધાયેલા દર્દીઓની સંખ્યા મોટી હોવાનું મનાઇ રહ્યું છે છતાં તંત્ર સબ સલામતનો દાવો કરે છે.

આણંદ મેલેરિયા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનમાં મચ્છરોના ઉપદ્રવ અને ગંદકીના કારણે વાયરલ બીમારીની સાથે ડેન્ગ્યુના કેસો પણ વધે છે. રોગચાળા નાબુદી માટે ફોગીંગ મશીનથી દવા છંટકાવ સહિતની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આમ છતાંયે આણંદ જીલ્લામાં પીએચસી અને સરકારી હોસ્પિટલોમાં મળી 31 કેસ નોંધાયા હતા.

બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં કુલ 71 ડેન્ગ્યુ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આણંદ જીલ્લા આરોગ્ય વિભાગે પણ તાલુકા અર્બન હેલ્થ સેન્ટરોમાં દવાનો પુરતો સ્ટોક રાખવા સુચનાઓ આપી છે. અેક તરફ કોરોનાનો કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ડેન્ગ્યૂ સહિતના અન્ય રોગોના દર્દીઅોમાં વધારો થતાં નગરજનોમાં ચિંતા વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...