તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મને બરાબર યાદ છે એ દિવસ 10મી નવેમ્બર હતો. આંખોમાં કેનેડા જઈ સ્થાયી થવાના ઊજળા સ્વપ્નાઓ હતા. અમારા એક ઓળખીતાએ એજન્ટ સાથે રહીને કેનેડા જવાની બધી વ્યવસ્થા મારી અને મારા મિત્ર ભાવિન પટેલની કરી દીધી હતી. બેગ લઈને અમે લોકો અમદાવાદ અને ત્યાંથી જયપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જયપુરમાં હું અને ભાવિન પાંચ દિવસ રોકાયા હતા. એ સમયે બે જણાં એરપોર્ટ પર અમને લેવા માટે આવ્યા હતા. આ દિવસ દરમિયાન અમે લોકોએ જયપુરના મંદિરોની મુલાકાત લીધી હતી. સારી હોટલમાં રોકાયા હતા. જમવાનું પણ સારૂં આપતા હતા.
અમને વિશ્વાસ આવી ગયો હતો કે, કેનેડામાં વસવાટ બહું દુર નથી. હવે, બધું સારૂં થઈ જશે.એ પછી પાંચ દિવસ જયપુર રોકાયા બાદ મેંગ્લોર પહોંચ્યા હતા. મેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ગાઢ અંધકાર હતો. અમને લોકોને કહેવામાં આવ્યું કે, આજે હોટલમાં રોકાવવાનું છે અને કાલે કેનેડા જતી ફ્લાઈટમાં બેસી કેનેડા પહોંચવાનું છે. તેઓ જે હોટલ કહેતા હતા એ એક જર્જરિત મકાન હતું. અમે લોકો રૂમમાં પહોંચ્યા, ત્યારે રૂમમાં અંધકાર હતો. દસ બાય દસની રૂમમાં બે પથારી હતી. તેઓએ અમારા બંનેના હાથ બાંધી દીધા હતા.
એ પછી તેઓ બહારથી તાળું મારીને જતા રહ્યા હતા. બીજા દિવસે પાંચથી છ જણાં બંદુક, ચપ્પા સહિતના મારક હથિયાર સાથે રૂમમાં પ્રવેશ્યા ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે, અમારી જોડે શું બની રહ્યું છે. તેઓ હિન્દી ભાષા બોલતા હતા. ઘણી વખત અંદરોઅંદર વાતચીત કરતા ત્યારે કાંઈ સમજ પડતી નહોતી. એકાદ દિવસ બાદ તેઓએ અમને ફોન પર અમારા પરિવારજનો સાથે વાતચીત કરવા જણાવ્યું હતું. એ સમયે બંદુક અને ચપ્પા સાથે તેઓ અમારી સામે જ ઊભા રહ્યા હતા. તેઓ માર મારતા હતા.
તેમણે જે રીતે કહ્યું એ રીતે જ અમે બંનેએ વારાફરતી અમારા પરિવારજનોને કેનેડા એરપોર્ટ પર અમે ઉતરી ગયા છે તેમ કહ્યું હતું. ધીમે-ધીમે અમને અણસાર આવી ગયો હતો કે, અમારી સાથે શું બની રહ્યું છે. અમારા માટે હવે જીવ બચાવવો જરૂરી હતો. ધીમે-ધીમે તેઓએ અમારા પરિવારજનો પાસેથી 40-40 લાખ મળી કુલ 80 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
પાંત્રીસ દિવસ સુધી અમને એ રૂમમાં ગોંધી રાખ્યા હતા. એક સમયે આમાંથી કોઈ સંજોગોમાં બહાર નીકળી શકાશે નહીં તેમ માની લીધું હતું. પૈસા પૂરેપૂરા મળ્યા પછી તેઓએ અમને મેંગ્લોરથી ફ્લાઈટની ટીકીટ આપી પહેરેલે કપડે ઘરે મોકલી દીધા હતા., કિંખલોડના પીડિત અર્પિત પટેલ સાથે થયેલી વાતચીતના આધારે)
બોરસદના કિંખલોડના બંને યુવકોને મેંગ્લોરમાં ગોંધી રાખી માર માર્યા હતા
જર્જિરત મકાન એરપોર્ટ પાસે હોય તેવું અનુમાન
પીડિત ભાવિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રૂમમાં એક બારી હતી, જેની પર પડદા લગાવવામાં આવ્યા હતા. એક સમયે મેં પડદા ખસેડીને જોયું તો માત્ર નાળિયેરીના ઝાડ જ દેખાતા હતા. જોકે, પ્લેનના અવાજ અવાર-નવાર આવતા હોય મકાન એરપોર્ટ નજીક હોય તેમ લાગી રહ્યું હતું.
ત્રણ-ત્રણ હજાર ડોલર ને તમામ કપડાં લઈ લીધા
વિદેશ જવા માટે બંને યુવકોએ નવા કપડાં ખરીદ્યા હતા. વિદેશમાં ડોલરની જરૂરી પડશે તેમ માનીને તેમણે પોતાની પાસે ત્રણ-ત્રણ હજાર ડોલર પણ સાથે રાખ્યા હતા. શખ્સોએ તેમના બધા કપડાં, મોબાઈલ અને ડોલર લઈ લીધા હતા અને ખાલી બેગ સાથે તેમને પરત મોકલી દીધા હતા.
મહેસાણાના યુવકોને પણ મકાનમાં રાખ્યા હતા
અમેરિકા જવા માટે મહેસાણાના ત્રણ યુવક નિલય દિનેશ પટેલ, લવકુમાર તુલસીકુમાર પટેલ અને જયકુમાર કનુ પટેલને પણ એ જ રૂમમાં રાખ્યા હતા. જોકે, જ્યારે તેમનો છૂટકારો થયો ત્યારે તેમને જાણ થઈ કે બીજી રૂમમાં ત્રણ યુવકોને ગોંધી રાખી માર મારતા હતા.
ખેતી કરતા પરિવારે ઉછીના પૈસા કરીને આપ્યા હતા
ભાવિન પટેલ અને અર્પિત પટેલ બંને ખેડૂત પરિવારમાંથી આવે છે. જ્યારે તેમને ગોંધી રાખીને દિલ્હી અને મુંબઈના ભેજાંબાજ પૈસા મંગાવતા હતા ત્યારે બંને જણના પરિવારજનોએ મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા કરીને મોકલાવ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.