તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને સુવર્ણપદક એનાયત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કૃષિ ક્ષેત્રે જ્ઞાનનો વિસ્તાર કરવા કલેક્ટરનો અનુરોધ

આણંદ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે યુનિવર્સિટી સંલગ્ન પાંચ કોલેજોના પોલિટેકનીક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને સુવર્ણપદક અને પ્રમાણપત્રો એનાયત કરતાં કલેકટરએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથોસાથ કૌશલ્ય, કોઠાસૂઝની સાથે વર્તમાન અને ભાવિ પડકારોને નોકરી-વ્યવસાય ક્ષેત્રે અથાગ પ્રયાસો કરતાં રહીને કૃષિ ક્ષેત્રેને તેનો મહત્તમ લાભ મળે તે જોવા કહ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં કૃષિ ક્ષેત્રથી ખોરાકની માંગ પૂરી કરવા માટે કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક તકનિક અને પદ્ધતિસરના પ્રયાસો અનુસરીને ઉત્પાદન વધારી શકાય તેમ છે.

આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજના ડિઝિટલ યુગમાં પુસ્તકોની સાથે ઇ-પુસ્તકો અને ખેડૂતલક્ષી વિવિધ લેખોને ડિઝિટલ સ્વરૂપે મૂકવા સૂચનો જણાવ્યું હતું. આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયા જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક એમ. કે. ઝાલા, ભૂતપૂર્વ આચાર્યઓ, પાંચેય પોલિટેકનીક કોલેજના આચાર્ય અને પ્રાધ્યાપકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...