એવોર્ડ:તારાપુર નારના ગોકુલધામને કોરોના મહામારી સેવા બદલ વર્લ્ડ બુક રેકોર્ડ દ્વારા એવોર્ડ એનાયત કરાયો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોકુલ પરિવાર દ્વારા કોવિડનું કામ કરતી સંસ્થાને 27 લાખનું દાન આપવામાં આવ્યું હતું

દેશમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે. આવી કટોકટીની પળે અનેક સંસ્થા અને સામાજીક શ્રેષ્ઠી દ્વારા દાનનો ધોધ વહેવડાવવામાં આવ્યો હતો. જેમાં આણંદના ગોકુલધામ નાર પણ સામેલ હતું. કોરોના સમયે તેમની નિઃસ્વાર્થ ભાવ વાળી સેવાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ રેકોર્ડ લંડન દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આણંદ જિલ્લાના ગોકુલધામ નાર દ્વારા કોરોના કાળ દરમિયાન અનેક સેવા કાર્ય કરવામાં આવ્યાં હતાં. ગોકુલધામ નારના સાધુ શુકદેવ પ્રસાદદાસજી અને હરીકેશવ દાસજીની પ્રેરણાથી ગોકુલ પરીવાર તરફથી 6 હજાર અનાજની કીટ, 1.5 લાખ માસ્ક, 130 ઓક્સિજન કોન્સન્ટ્રટર મશીન, કોવિડ સેન્ટરમાં ભોજનપ્રસાદ, 100 બેડનું આધુનિક આયશોલેશન સેન્ટર અને કોવિડ માટે કામ કરતી સંસ્થાને 27 લાખનું દાન આપવામાં આવ્યું હતું. જેના કારણે તેમની વિવિધ કોવિડની કામગીરીને ધ્યાનમાં રાખીને વર્લ્ડ રેકોર્ડ લંડન દ્વારા તેમની પંસદગી કરવામાં આવી હતી.

આ સેવા અંતર્ગત વિલીયમ જેઝલર (હેટ ઓફ યુરોપ) અને ભારતના ચેરમેન સંતોષ શુક્લા તેમજ ગુજરાતના વાઈઝ ચેરમેન નિતિનભાઈ ઠાકોર દ્વારા સાધુ શુકદેવ પ્રસાદદાસજી અને હરિકૃષ્ણ દાસજીને વર્લ્ડ રેકોર્ડ લંડન એનાયત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...