વિદ્યાર્થીઓ માટે સમસ્યાનું સમાધાન:MS એજયુકેશન દ્વારા વિદેશવાંચ્છુ માટે ગ્લોબલ એજયુકેશન એકસ્પો યોજાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનેડા, યુકે, USA દેશના પ્રતિનિધિ મંડળ હાજર રહેશે

એમ.એસ. એજયુકેશન દ્વારા વિદેશ ભણવા જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે 17મી એપ્રિલ 2022ના રોજ ગ્લોબલ એજયુકેશન એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકસ્પોમાં 50થી પણ વધારે કોલેજ અને યુનિર્વસિટી ભાગ લઇ રહી છે. જેમાં કેનેડા, યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયાના સત્તાવાર પ્રતિનિધિઓ આવવાના છે. કે જેઓ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે સીધી ચર્ચા કરીને માર્ગદર્શન પુરૂ પાડશે. જેથી વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાનું સમાધાન સાધી શકશે.

આ ઉપરાંત, આ એક્સ્પોમાં એજયુકેશન લોન માટેની માહિતી આપવામાં આવશે. કંપનીના મેનેજર હાજર રહેશે. લેંગ્વેજ ટેસ્ટ, ટોફેલની પણ સંપૂર્ણ માહિતી પણ તેમના પૂરી પાડવામાં આવશે. સાથે સાથે Ebix cash જે Forex ટ્રાન્સેકશનમાં વિદ્યાર્થીને ખૂબ જ ઝડપી ટયુશન ફી અને સ્ટુન્ડટ કરન્સી કાર્ડ જેવી સેવાઓ પુરી પાડે છે તેને લગતી તમામ માહિતી સમજાવવામાં આવશે. કેનેડા માટે ખુબ જ જરૂરી GIC માટે ICICI બેંકના મેનેજર પણ ઉપલબ્ધ રહેશે.

નોંધનીય છે કે, એમ. એસ. એજયુકેશન કન્સન્ટલસી એ એક એવી સંસ્થા છે જયાં વિદ્યાર્થીઓના ઓછા ટકા, બેકલોંગ, એજ્યુકેશન ગેપ, આઇએલટીએસનો ઓછો સ્કોર કે પછી અનેક વખતનું રીફીયુઝ થયા હોવા છતાં પણ વિદ્યાર્થીઓને વિઝા મેળવવા પ્રયત્નશીલ રહે છે.

અન્ય સમાચારો પણ છે...