અકસ્માત:આણંદમાં નવા બસ સ્ટેન્ડ પાસે રિવર્સમાં આવેલી કારની અડફેટે બાળકીનું મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના ઈકો કારના ચાલકની આણંદ શહેર પોલીસે ધરપકડ કરી

આણંદ શહેરમાં આવેલા નવા બસ સ્ટેન્ડ પાસે સોમવારે બપોરે પુરપાટ ઝડપે રિવર્સમાં આવેલી કારે ઘરઆંગણે રમી રહેલી બાળકીને ટક્કર મારતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતાં જ પોલીસે આરોપી શખસની ધરપકડ કરી હતી.

આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલા ઝૂંપડામાં મૂળ દાહોદના વિનોદભાઈ સુરેશભાઈ હઠીલા રહે છે. તેમને છ સંતાન છે. સોમવારે બપોરે એક વાગ્યાની આસપાસ તેઓ ઘરે હાજર હતા ત્યારે અચાનક બુમરાણ મચતાં તેઓ બહાર નીકળ્યા હતા. દરમિયાન એ સમયે ઘરની પાસે રમી રહેલી તેમની ત્રણ વર્ષીય બાળકી આરતીને એક ઈકો કારના ચાલકે અડફેટે લીધી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઈકો કારનો ચાલક ત્યાં અમદાવાદ જતાં પેસેન્જરને લેવા માટે આવ્યો હતો. એ સમયે તેણે કાર પુરપાટ ઝડપે રિવર્સમાં લેતા અકસ્માત સર્જયો હતો.

આ બનાવને પગલે લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતા અને તેમણે તુરંત જ ઈકો કારના ચાલકને ઝડપી પાડ્યો હતો. બનાવની જાણ થતાં આણંદ શહેર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તેમણે કાર ચાલકની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેનું નામ મેહુલ અરૂણ ચૌહાણ અને સીટીએમ વિસ્તારમાં રહેતો હોવાનું ખૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...