કોરોના કહેર:જ્યોર્જિયા-રશિયાના વધુ 17 નાગરિકોે ક્વોરન્ટીન, કુલ 228 જેટલા વિદેશી ભારતીયો આવ્યા

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે વંદે ભારત મિશન અતંર્ગત કેન્દ્ર સરકારે કામગીરી શરૂ કરી છે ત્યારે અમદાવાદ એરપોર્ટથી સ્ક્રિનીંગ કરાયા બાદ આણંદ જિલ્લામાં જ્યોિર્જયા, રશિયાના નવા 17 જેટલા વિદેશી ભારતીયોનુ આગમન થયું છે. જેઓને આણંદ-સારસા હોસ્ટેલ સહિત હોટલોમાં કવૉરન્ટાઈન કરાયા છે. આમ, આણંદ જિલ્લામાં આજ દિન સુધી કુલ 86 જેટલા વિદેશી ભારતીયોને કવૉરન્ટાઈન હેઠળ રાખ્યા છે. આણંદ જિલ્લા ચૂ઼ંટણી શાખાના એમ.એસ. ગઢવીએ જણાવ્યુ હતું કે, આણંદ જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 228 જેટલા વિદેશી ભારતીયો આવ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...