વિપક્ષમાં આક્રોશ:આણંદ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એજન્ડામાં શહેરના વિકાસના કામો નહીં મુકતા વિપક્ષમાં આક્રોશ
  • ચૂંટણી પૂર્ણ થતાં સરકારી ઓફિસમાં સામાન્ય સભાનો દોર શરૂ

વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે સરકારી કચેરીઓમાં સામાન્ય સભાઓનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે આણંદ નગરપાલિકાની આગામી 21મી ડિસેમ્બરે સામાન્ય સભા યોજાશે. જેમાં શહેરમાં હાથધરવામાં આવનાર વિકાસના કામો માટેના 90 એજન્ડા મંજૂરી મહોર માટે મુકવામાં આવશે.

જો કે શહેરમાં હાથધરવાના વિકાસના કામોને બદલે પૂર્ણ થઇ ગયેલા જૂના કામોના બીલ મંજૂર કરવા માટે સૌથી વધુ એજન્ડામાં કામોના બીલ મુકવામાં આવ્યાં છે. તેમજ એકાએક બીલો વધુ વખત બતાવ્યાં હોવાથી વિપક્ષના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવનાર હોવાથી સામાન્યસભા તોફાની બનવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.

આણંદ નગરપાલિકાની આગામી 21મી ડિસેમ્બરે બપોરે 12 -00 કલાકે પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનુમ પાલિકા ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જો કે સામાન્ય મુકવામાં આવેલા એજન્ડાના કામોમાં સૌ પ્રથમ લાંભવેલ ડ્રેનેજ સુએઝ ફાર્મના પાણીથી ગામના ખેડૂતોને નુકશાન થયું છે.

જેનો પ્રતિનિધિ દ્વારા રીપોર્ટ રજૂ કરવામાં આવતાં ચોમાસા પાકાના 1 હેક્ટર દીઠ રૂા 8500ને બદલે રૂા 15000 ચુકવા વળતર પેટે માંગણી કરવામાં આવી છે. તેમજ વરસડા તળાવને નુકશાની પેટે વાર્ષિક રૂા 52000ના બદલે રૂા 1.50 લાખ ચુકવવા તેમજ ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કરવા જેવી વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...