તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACBમાં ફરિયાદ:ખંભોળજના મહિલા PSIએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન કરવા GEBના કર્મી પાસે એક લાખ માંગ્યા

આણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ખંભોળજના મહિલા PSI વિરૂદ્ધ ACBમાં વકીલે ફરિયાદ કરી હતી
 • બંને પક્ષોએ આંકલાવ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી

ગત જાન્યુઆરીમાં ખંભોળજના મહિલા પીએસઆઈ કોમલ ઉધાસ અને તેમના રાઈટર વિરૂદ્ધ ફરિયાદ નોંધવા માટે રૂપિયા અઢી લાખની લાંચ માંગતી ફરિયાદ વડોદરા એસીબીમાં કરનારા આંકલાવ કોર્ટના એડવોકેટ અને બાર એસઓસિયેશનના પ્રમુખ હિતેશ મહેતાએ જીઈબીના કર્મી પાસે ફરિયાદ ન નોંધવા પેટે રૂપિયા એક લાખની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની સામ-સામે આંકલાવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

ફરિયાદ - 1: વકીલે ફરિયાદ ન કરવાનાં રૂપિયા એક લાખ માંગ્યા
વડોદરામાં રમેશકુમાર ઠાકોર રહે છે. તેઓ સોજીત્રા એમ.જી.વી.સી.એલ કચેરીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવે છે. ગત 31 માર્ચે તેઓ વડોદરાથી સોજિત્રા આવવા નીકળ્યા હતા. ઉમેટા ચોકડીના વળાંક પર આવતા કારની આગળ જતા એક મોપેડ ચાલક બહેને બ્રેક મારતા કાર ચાલક રમેશકુમારની કાર તેમના મોપેડની પાછળ અથડાઈ હતી. જેથી તેણી રોડ પર પડી ગયા હતા.

આ અંગેની જાણ મહિલાએ તેના એડવોકેટ ભાઈ હિતેશ મહેતાને કરી હતી. જેને પગલે તેમણે તેમની ઓફિસે બોલાવ્યા હતા. અને ફરિયાદ કરવા આંકલાવ પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. જોકે, એ દિવસે હિતેશ મહેતા પોલીસ સ્ટેશને ગયા નહોતા. બીજા દિવસે આંકલાવ પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. જ્યાં એડવોકેટ હિતેશભાઈ અને તેમના ભાઈ રાજેશભાઈ આવ્યા હતા. અને તેમણે મારી બહેન રોજના રૂપિયા 3500થી 4000 કમાય છે. જેથી તે પ્રમાણે રૂપિયા એક લાખ આપવા પડશે તેમ કહ્યું હતું.

તેઓ પોલીસ સ્ટેશનથી નજીકમાં આવેલા પેટ્રોલ પંપ પાસેના સુરજબા ફાર્મ હાઉસ પર ગયા હતા. જ્યાં બંને શખ્સોએ રૂપિયા 1 લાખ રૂપિયા આપો નહીંતર પોલીસમાં ફરિયાદ આપી દઈશ અને હું કાયદાનો જાણકાર તેમજ આંકલાવ બાર એસોસિયેશનનો પ્રમુખ છું. તમને કોઈપણ રીતે કાયદાની ચુંગાલમાં ફસાવી દઈશ તેમ કહી ગાળો બોલી ધમકી આપી હતી.

ફરિયાદ - 2: નાયબ ઈજનેર સામે અકસ્માત અને ધમકીની ફરિયાદ
વડોદરાના હિતેશકુમાર કાંતિલાલ મહેતાએ અકસ્માત અંગે સામા પક્ષે ફરિયાદ નોંધાવી હતી. તેમણે અકસ્માત અને ધમકી આપ્યાની એમ બે ફરિયાદ આંકલાવ પોલીસ સ્ટેશન નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ પાસીંગની કાર ધરાવતા ચાલક અને વડોદરા રહેતા અને સોજિત્રા એમજીવીસીએલમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ બાલાભાઈ ઠાકોરે તેમની બહેનના મોપેડને પાછળથી ટક્કર મારી હતી. જેમાં તેમના બહેન બિંદુબેન તુષારભાઇ પંડ્યાને હાથે-પગે અને કમરમાં ઈજા પહોંચી હતી. એ સમયે તેઓ તેમની કાર પાછળ જ આવી રહ્યા હતા. દરમિયાન, કારના ચાલક નીચે ઉતર્યો હતો. એ સમયે તે દારૂ પીધેલી નશાની હાલતમાં હતો.

આ અંગે આંકલાવ પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી હતી. આ અકસ્માત ઉપરાંત બીજી ધમકી આપ્યાની ફરિયાદ હિતેશ મહેતાએ નોંધાવી હતી. આ ફરિયાદમાંં તેમણે જણાવ્યું હતું કે, રમેશભાઈ બાલાભાઈ ઠાકોર અને તેઓની સાથેના પટેલભાઈ નામના શખ્સોએ પોતાની કારથી મોપેડને અકસ્માત થયો હતો એ બાબતમાં સમાધાન કરવા માટે જણાવ્યું હતું.સમાધાન નહીં કરે તો જાનથી મારી નાંખવાની અને હાઈકોર્ટમાં જજ સુધી તેમની ઓળખાણ હોવાની ધમકી આપી હતી. આ બંને ફરિયાદ આંકલાવ પોલીસે નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો