આગ:આણંદની એલિકોન કંપનીના ગીયર ડિપાર્ટમેન્ટમાં આગ લાગી, કર્મચારીઓને પૂર્વક બહાર કાઢી લેવાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર ટીમોએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યો

આણંદ એલિકોન કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગની ઘટના બની છે. આ ઘટનાને લઈ અહીં અફતતફરી મચી હતી. જોકે, આણંદ અને વિદ્યાનગર ફાયર ટીમોએ ત્વરીતના ધોરણે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યો છે.

વિદ્યાનગર સ્થિત એલિકોન કંપનીના ગીયર ડિપાર્ટમેન્ટમાં ભીંસણ આગની ઘટના સામે આવી છે. જે કારણે આસપાસ અફડાતફડીનો માહોલ વ્યાપ્યો હતો .અહીં કામ કરતા કર્મચારીઓને સાવચેતી પૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેથી જાનહાનિ ટળી હતી. આણંદ અને વિદ્યાનગરની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી તેમજ અહીં ફાયરસેફટીની લાઇન દ્વારા પણ આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરાયા છે. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...