આણંદ તાલુકાના સારસા ચોકડી ઉપરથી વાહન ચેકિંગની કામગીરી દરમિયાન ખંભોળજ પોલીસે ચોરીના સાત મોબાઈલ સાથે બોરસદ તાલુકાના ફતેપુરાના એક ચોર ઈસમને ઝડપી પાડ્યો છે.
આણંદ તાલુકાની સારસા ચોકડી નજીક ગતરોજ ખંભોળજ પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી.તે દરમિયાન એક ઈસમ તેના હાથમાંની પ્લાસ્ટિકની થેલી લઈને પોલીસને જોઈને સંતાવાનો પ્રયાસ કરતો હતો. જેથી પોલીસે તેને શંકા વહેમ પડતા તેને ઝડપી પાડીને તેનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ ઈસ્માઈલબેગ ઉફે ચીનો સિકંદર બેગ મીરજા અને બોરસદ ફતેપુરા બિલાલ નગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.
ખંભોળજ પોલીસે તેની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીની તલાસી લેતાં તેમાંથી અલગ -અલગ કંપનીના કુલ નંગ સાત કીમતી મોબાઈલ ફોન મળી આવ્યો હતાં. જેથી પોલીસે આ મોબાઇલ બાબતે તેની પુછપરછ કરતાં તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો અને સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે કિંમતી મોબાઈલ ફોન નંગ સાત કિંમત રૂપિયા 30 હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ચોરી અગર કપટથી આ મોબાઈલ મેળવયા હોવાનું જણાઈ આવતાં પોલીસે તેની સીઆરપીસી 41,1 (ડી) 172 મુજબ તેને ઘરપકડ કરી પોલીસ મથકે લાવી આકરી પુછપરછ કરી હતી.
પોલીસની સઘન પૂછપરછમાં ચોર ઈસમે આ મોબાઈલ ફોન આણંદ, ધોળકા, બોડેલી તથા કપડવંજ ખાતે આવેલ ધાર્મિક સ્થળો મેળા ભરાતા હોય તેવી ભીડભાડવાળી જગ્યાઓથી શ્રદ્ધાળુ ભક્તોની નજર ચુકવીને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ કબુલાતના આધારે ખંભોળજ પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કામગીરી ખંભોળજ પોલીસ મથકના સિનિયર પીએસઆઇ કે.જી.ચૌધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ ખંભોળજ પોલીસની ટીમે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.