• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Gathia Of Panchmahal Cheated Many On The Pretext Of Giving Government Jobs, Rented A House In Karamsad And Grabbed 14.35 Lakhs

'ત્રણ મહિનામાં નોકરી મળી જશે':પંચમહાલના ગઠિયાએ સરકારી નોકરી અપાના બહાને અનેકને છેતર્યાં, કરમસદમાં મકાન ભાડે રાખી 14.35 લાખ પડાવી લીધા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

કરમસદમાં રહેતા શખસે અલગ અલગ વ્યક્તિને સરકારી નોકરી અપાવવાના બહાને રૂ.14.35 લાખની છેતરપિંડી આચરી છે. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નોકરીનો વિશ્વાસ આપ્યો
બોરસદની સોમનાથ સોસાયટીમાં રહેતા સુનિતાબહેન હેમાંગકુમાર પટેલ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. તેઓ 2018-19ના સમય ગાળામાં બેંગલોરમાં જીએનએમનો કોર્ષ કરી રહ્યાં હતાં તે સમયે દિનકર કાંતિભાઈ જાદવ (રહે. બોરસદ)ના પરિચયમાં આવ્યાં હતાં. સુનિતાબહેન અને દિનકરભાઈ વચ્ચે વાતચિત દરમિયાન દિનકરે એકાદ વરસ પહેલા એવું જણાવ્યું હતું કે, એક સચીન પટેલ નામનો શખસ છે. જે પૈસા લઇ સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી અપાવવાનું કામ કરે છે. મેં મારૂ સેટિંગ કરાવ્યું છે. જો તમારે પણ સરકારી નોકરીનું કરાવવું હોય તો હું વાત કરૂં. પરંતુ તમારે પૈસા આપવા પડશે. આ વાત સાંભળ્યા બાદ સુનિતાબહેને હા ભણી હતી અને તેમના પતિને વાત કરી હતી. આથી, તેના પતિએ સચીન ગોરધન પટેલ (રહે.સાનિધ્ય સોસાયટી, કરમસદ)માં રૂબરૂ મળ્યાં હતાં. જ્યાં સચીન પટેલે ત્રણ મહિનામાં સરકારી નોકરી મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો અને રૂ. દોઢ લાખ લીધાં હતાં.

શખ્સ બીજે રહેવા જતો રહ્યો
મહત્વનુ છે કે, આ દરમ્યાન ત્રણ મહિનાનો સમય વિતિ ગયા બાદ પણ સચિને કામ કર્યું નહતું. આથી, તેના મોબાઇલ પર ફોન કરી પુછપરછ કરતાં તે તમારી ફાઇલ તૈયાર થઇ ગઈ છે, હું મિટિંગમાં છું, હું મોટા સાહેબ પાસે છું, પછી કોલ કરું, બે ચાર દિવસમાં કામ થઇ જશે, તમારા પૈસા જશે નહીં, સાહેબ રજા પર છે, તમને મારા પર ભરોસો નથી, તેવા બહાના બનાવવાનું શરૂ કરી દીધું હતું. જેથી સુનિતાબહેન અને તેમના પતિ હેમાંગકુમાર પટેલ કરમસદ પહોંચી તપાસ કરતાં સચીન પટેલે મકાન ખાલી કરી દીધું હતું અને વોચમેને સચીન ભાડે રહેતો હોવાનું અને બીજે રહેવા જતો રહ્યો હોવાનું કહ્યું હતું.

અન્ય કેટલીક વ્યક્તિ પાસે પણ છેતરપિંડી કરી
આથી, ચોંકી ગયેલા પતિ-પત્નીએ તેને શોધવા કોશીષ કરી હતી. જોકે, સચીન પટેલ હાથમાં આવતો નહતો. આમ, સચીન પટેલે છેતરપિંડી કરી હોવાનું જણાયું હતું. આ અંગે તપાસ કરતાં સચિન પટેલે અન્ય કેટલીક વ્યક્તિ પાસે પણ છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું હતું. જેમાં દિનકરભાઈ સાથે રૂ.4.50 લાખ, કેતન ચૌહાણ સાથે રૂ.3.90 લાખ, કાજલબહેન સાથે રૂ.2.00 લાખ, કેતન પરમાર સાથે રૂ.2.00 લાખ ઉપરાંત મળી કુલ રૂ.14.35 લાખની છેતરપિંડી આચરી હતી. આ તમામ વ્યક્તિને તેણે નોકરી આપવાની લાલચ આપી હતી. આ અંગે બોરસદ પોલીસે સચીન ગોરધનભાઈ પટેલ (મુળ રહે. નંદીસર, પંચમહાલ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...