ત્રણ માસ બાદ ગેસની તંગી દૂર:ચરોતર ગેસ મંડળીના તમામ 11 પંપ પર આજથી 24 કલાક ગેસ પુરવઠો મળી રહેશે, 22 હજાર CNG વાહનચાલકોને હાશકારો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચરોતર ગેસ સહકારી મંડળી અને ગેઇલ કંપની વચ્ચે ચાલતાં વિવાદનો સુખદ અંત
  • આકરા ભાવ વધારા છતાં ગેસના પુરવઠાની અછત હતી, હવે અછત દૂર થતાં રિક્ષાચાલકોની રોજગારી પાટે ચઢશે

ચરોતર ગેસ સહકારી મંડળી સંચાલિત 11 ગેસ સ્ટેશનનો પર 24 કલાક ગેસ પુરવઠો મળી રહેશે. ચરોતર ગેસ સરકારી મંડળીને છેલ્લા ત્રણેક માસથી ગેઇલ કંપની દ્વારા પુરતા પ્રમાણમાં ગેસનો જથ્થો ફાળવવામાં આવતો ન હતો. તેના કારણે ગેસ સ્ટેશન પર વારંવાર વાહનચાલકો દ્વારા હોબાળો મચાવ્યો હતો.

આખરે ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા સરકાર અને કંપનીના માલિકો સાથે ચર્ચા વિચારણ કરીને ચરોતર ગેસ મંડળી દૈનિક જરૂરીયાત મુજબનો પુરોત ગેસ જથ્થો ફાળવવાનો નિર્ણય લેવાયો છે. જેથી હવે ચરોતર ગેસ સહકારી મંડળીના 11 ગેસ સ્ટેશનનો પર પુરતા પ્રમાણમાં 24 કલાક ગેસ પુરવઠો મળી રહેશે. જેથી 22 હજારથી વધુ ઉપરાંત સીએનજી ગેસ સંચાલિત વાહનને પુરતા પ્રમાણમાં ગેસ મંગળવારથી મળતાં વાહનચાલકો રાહત થશે.

ચરોતર ગેસ સહકારી મંડળી અને ગેઇલ કંપની વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી ગેસ પુરવઠા બાબતે વિવાદ ચાલતો હતો. જેથી છેલ્લા ત્રણેક માસથી ગેસ સ્ટેશન પર મર્યાદિત ગેસનો જથ્થો આવતો હતો તેના કારણે સીએનજી રિક્ષાચાલકો સહિત વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા. જે ચરોતર ગેસ સહકારી મંડળીના પ્રમુખ સહિત હોદેદારો કેન્દ્ર સરકાર તથા ગેઇલ કંપની સાથે સતત ચર્ચા કરીને આખરે બંને વિવાદનો અંત આવ્યો હતો. જેથી મંગળવારથી ચરોતરના સહકારી મંડળીના 11 સ્ટેશનો પર પુરતા પ્રમાણમાં ગેસનો જથ્થો મળી રહેશે.

સીએનજી વાહનચાલકોને ગેસ પુરતા પ્રમાણમાં મળતાં રાહત
આણંદ જિલ્લાના 12 હજારથી વધુ સીએનજી રિક્ષાચાલકોને આણંદ ગેસ સ્ટેશન પર પુરતા પ્રમાણમાં ગેસ મળતો ન હોવાથી ગેસ પુરવા માટે નડિયાદ સુધી લાંબા થવું પડતું હતું. જેના કારણે રિક્ષાચાલકો સમય અને નાંણાનો વ્યય થતો હતો. કયારેક અડધો દિવસ ગેસ પુરાવવામાં જતો રહેતો હતો. જેથી ધંધો થઇ શકતો ન હતો. હવે આણંદના 11 ગેસ સ્ટેશન પર સોમવાર રાતથી પુરતો ગેસ મળતો થઇ જતાં વાહનચાલકો રાહત અનુભવી રહ્યાં છે. > મનુભાઇ પરમાર, સીએનજી રિક્ષાચાલક

ચરોતર ગેસ મંડળીને દૈનિક 96000 એસક્યુએમ જરૂરીયાત
આ અંગે ચરોતર ગેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ જિલ્લામાં સીએનજી ગેસનો 96000 એસક્યુએમની જરૂરિયાત સામે ગેઈલ કંપની દ્વારા 63500 એસક્યુએમ પુરવઠો મળી રહ્યો છે. જે બાબતે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. તેમજ ગેઇલ કંપનીમાં રજૂઆત કરવામાં આવી હતી. આખરે ત્રણ માસ બાદ કંપની સાથે વાતાઘાટો કરીને મામલો થાળે પડતાં ગેઇલ કંપની દ્વારા 96000 એસક્યુએમ પાડવામાં આવનાર હોવાથી હવે 11 ગેસ સ્ટેશનો પર 24 કલાક ગેસ મળશે.

અન્ય સમાચારો પણ છે...