તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:બોરસદ ચોકડી પાસે ગેસ લાઇન તૂટતા 3 કલાક પુરવઠો બંધ રહ્યો

આણંદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • બે હજાર ઉપરાંત ગેસ ધારકોના ઘરે ચુલા સળગ્યા નહીં

બોરસદ ચોકડી નજીક ગેસ લાઇન તૂટી જતાં આણંદ શહેરના મહાવીર નગર, અરિહંત સોસા. સહીતના વિસ્તારોના 1500 ઘરોમાં ગેસ પુરવઠો બંધ થઇ ગયો હતો જેના કારણે સ્થાનિક ગૃહીણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 3 કલાક સુધી ગેસ સપ્લાય બંધ રહેતા બપોરનું ભોજન લોકોને બહાર કરવાનો વખત આવ્યો હતો.

બોરસદ ચોકડી, દાંડી વિભાગ દ્વારા નવીન ઓવરબ્રીજ બનાવવામાં આવતો હોઇ દિનપ્રતિદિન ગેસની પાઇપો તૂટી જતી હોય છે. જેનાપગલે પણ ગેસ કનેકશન ધરાવતા પરિવારોની હાલત કફોડી થઇ જવા પામતી હોય છે. બોરસદ ચોકડી નજીક ગેસ લાઇનમાં ભંગાણ થતા આ વિસ્તારમાં ગેસ પુરવઠો સતત 3 કલાક સુધી બંધ થઇ ગયો હતો.

જો કે ચરોતર ગેસ સહકારી મંડળીને જાણ થતાં જ તાત્કાલિક લાઇનનું સમારકામ હાથ ધરીને ગેસ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ અંગે મંડળીના રમેશભાઇએ જણાવેલ કે મોગરી રોડ પર ગેસ લાઈનમાં ગેસનું પ઼ેસર ઓછુ આવવાને પગલે આજે મેન્ટેન્સન કામગીરી હાથ ધરવા માટે ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો. જે બપોર બાદ પૂર્વવત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો