હાલાકી:પેટલાદની મોરડ સીમમાં રેલવે કોરીડોર પર ગરનાળુ મુકવા નનૈયો

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્લેકટરને રજૂઆત કરતાં ગરનાળુ મુકવાની તૈયારી દર્શાવી હતી

પેટલાદ તાલુકાના મોરડ ગામની સીમમાંથી રેલવે કોરીડોરની લાઇન પસારથાય છે. ગામની સીમમાં એક પણ ગરનાળુ મુકવામાં આવ્યું ન હતું. જેથી ગામના ખેડૂતો અને આગેવાનોએ ત્રણેક માસ અગાઉ ક્લેકટર અને સાંસદમિતેષપટેલને મળીને મોરડ સીમમાં ગરનાળું મુકવા રજૂઆત કરી હતી. ગરનાળુ નહીં મુકવામાં આવે તો ખેડૂતો , સીમ વિસ્તારમાં રહેતા લોકોને 3 કિમી ફેરો ફરવાનો વખત આવશે. ખેતરમાંથી તૈયાર પાક તેમજ ખેતર ખેડવા માટે વાહન કે ટ્રેકટર લઇને કેમનું જવું તે પ્રશ્ન થઇ પડયો હતો. જે તે સમયે તંત્રએ ખેડૂતોને ગરનાળુ મુકવામાં આવશે. તેવું આશ્વસન આપ્યું હતું.

પરંતુ રેલવે તંત્રએ તાજેતરમાં ગરનાળુ નહીં મુકવામાં આવે તેવી ગ્રામજનો જાણ કરી હતી. ખેડૂતો રોષ ભભૂકી ઉઠયો હતો. સોમવારે પુનઃખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપીને ગરનાળુ મુકવા બાબતે રજૂઆત કરી છે. પેટલાદના મોરડ ગામની સીમમાં રેલવે કોરીડોર લાઇન પસાર થાયછે. જેના કારણે સીમ વિસ્તાર બે ભાગમાં વહેચાય ગયું છે. ગામની સામે પાર મોરડના 100 થી વધુ ખેડૂતોના ખેતરો આવેલા છે. તેમજ ખેતરોમાં 40 વધુ પરિવારો રહે છે.

ત્યારે રેલવે કોરીડોર નીચે ગરનાળુ આપવામાં નહીં આવે તો ખેડૂતોને ખેતરમાં વાહન લઇ જવા માટે મુશ્કેલીઓ પડશે.તેમજ ખેતરોમા રહેતા પરિવારોના બાળકોને સ્કુલે આવજવા તેમજ દૂધ ભરવા માટે ગામમાં આવેલી દૂધની ડેરી આવવા માટે ત્રણ કિમીનો ફેરો ખાવો પડશે. સીમ વિસ્તારમાં રહેતા લોકોનો ગામમાંથી વ્યવહાર કપાઇ જાય તેવી પરિસ્થિતી ઉભી થઇ છે. તેને ધ્યાને લઇને ગામના રાકેશભાઇ,સૂર્યકાન્તભ ાઇ ત્રિવેદી તેમજ અન્ય આગેવાનો અનેખેડૂતો ભેગા મળી સોમવારે કલેકટરને આવેદનપત્ર આપીને ગરનાળો પ્રશ્ન હલ કરવાની માંગ કરી છે. જો પ્રશ્ન હલ નહીં થાયતો આંદોલન કરવાની ચીમકી ઉચારી છે.

અન્ય સમાચારો પણ છે...